fbpx

વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ, 12 દિવસ લોકો રસ્તા પર અટવાયા,વાહનોનો મોટો જમાવડો

Spread the love

દિલ્હી-NCR હોય કે બેંગલુરુ, લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો સામાન્ય વાત છે. જ્યારે તેઓને ઓફિસ જવા માટે નીકળવું હોય ત્યારે લોકો વધારાનો સમય લઈને નીકળે છે. ઘરની બહાર નીકળ્યા નથી કે વાહનોની ગતિ થંભી જાય છે. ટ્રાફિકમાં ફસાઈ જતાં જ તમને ગૂંગળામણનો અનુભવ થવા લાગે છે. મનમાં એક જ ઈચ્છા છે કે, કોઈપણ રીતે આ જામમાંથી બહાર નીકળી જઈએ. ટ્રાફિક જામમાં ફસાઈ ગયા પછી જાણે આખી જીંદગી અહીં વેડફાઈ રહી હોય એવું લાગે છે. થોડી મિનિટો માટે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા પછી, તમે આ બધી બાબતો વિશે વિચારવાનું શરૂ કરો છો, હવે તમે જ વિચારો કે એવો જ ટ્રાફિક જામ 12 દિવસ સુધી ચાલુ રહે તો તમને કેવું લાગશે. આવો વિચાર આવતા જ તમારા શરીરના રુંવાટા ઉભા થઇ જશે, પરંતુ આવું ખરેખર થયું હતું. લોકો 12 દિવસ સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા રહ્યા અને વાહનો જરા પણ આગળ વધી શક્યા નહીં.

ચીનની રાજધાની બેઇજિંગમાં લોકોને વિશ્વના સૌથી લાંબા ટ્રાફિક જામમાંથી પસાર થવું પડ્યું હતું. બેઈજિંગ-તિબેટ એક્સપ્રેસવે (ચાઈના નેશનલ હાઈવે 110) પર એવો ટ્રાફિક જામ હતો જે ખતમ થવાના કોઈ ચિહ્ન દેખાતો ન હતો. લગભગ 100 કિલોમીટર લાંબો જામ રહ્યો હતો. વાહનો અને વાહનોમાં બેઠેલા લોકો 12 દિવસ સુધી રોડ પર ફસાયેલા રહ્યા હતા. આ જામ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી લાંબો જામ છે. જ્યાં સુધી નજર પડી ત્યાં સુધી માત્ર વાહનો જ વાહનો દેખાતા હતા.

14 ઓગસ્ટ, 2010ના રોજ, બેઇજિંગ-તિબેટ એક્સપ્રેસવે પર વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ થયો હતો. જામ એટલો લાંબો હતો કે લોકો 12 દિવસ સુધી વાહનોમાં અટવાયા હતા. ત્યાં જ ખાધું, ત્યાં જ પીધું અને ટ્રાફિક જામમાં જ સૂવું પણ પડ્યું. આ ટ્રાફિક જામ મંગોલિયાથી બેઇજિંગ તરફ કોલસા અને બાંધકામ સામગ્રી વહન કરતી ટ્રકોને કારણે થયો હતો. તે સમયે બેઇજિંગ-તિબેટ એક્સપ્રેસ વેનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેના કારણે વાહનો પસાર થઈ શક્યા ન હતા. એક્સપ્રેસ વે પર ચાલી રહેલા કામના કારણે ટ્રાફિકને વન-વે કરવામાં આવ્યો હતો. મંગોલિયાથી બેઇજિંગ તરફ કન્સ્ટ્રક્શન મટિરિયલ લઇ જતી ટ્રકોએ બેઇજિંગથી બહાર નીકળવાનો રસ્તો રોકી દીધો હતો. થોડી જ વારમાં જામ એટલો બધો લાંબો થઈ ગયો કે, વહીવટીતંત્રને જામ હટાવવામાં 12 દિવસ લાગ્યા.

એક્સપ્રેસ વે બનાવવામાં જ આવી રહ્યો હતો, અને મંગોલિયાથી કોલસો લઇ જતી ટ્રકોનો કાફલો રસ્તા પરથી પસાર થઈ શક્યો ન હતો. ઘણા વાહનો ખરાબ પણ થઇ ગયા હતા, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. જામ એવો હતો કે, ત્યાં અટવાયેલા વાહનો એક દિવસમાં માત્ર 1 કિલોમીટરનું જ અંતર કાપવા મજબુર હતા.

જામ એટલો લાંબો ચાલ્યો કે કાર અને નાના વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે એક્સપ્રેસ-વેની બાજુમાં અસ્થાયી મકાનો બનાવવામાં આવ્યા હતા અને વાહનોનો આટલો મોટો જમાવડો જોયા પછી ત્યાં ખાદ્યપદાર્થો વેચતી દુકાનો ખોલવામાં આવી હતી. નાસ્તા, ઠંડા પીણા, નૂડલ્સ અને ખાદ્યપદાર્થો ચાર ગણા ભાવે વેચાવા લાગ્યા. લોકોને 10 ગણા ભાવે પાણી ખરીદવાની ફરજ પડી હતી.

જામ હટાવવા માટે વહીવટીતંત્રે આ માર્ગ પરના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. જામમાં ફસાયેલી ટ્રકોને પહેલા નીકાળી લેવામાં આવી હતી. ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દિવસ-રાત કામ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી આખરે 26 ઓગસ્ટ 2010ના રોજ વિશ્વના સૌથી મોટા ટ્રાફિક જામનો અંત આવ્યો હતો.

error: Content is protected !!