જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાએ છેલ્લા કેટલાંક સમયથી દેશના રાજકારણમાં ઘમાસાણ મચાવી દીધું છે. અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી , ઇન્ડિયા ગઠબંધન સહિતના પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરી રહ્યા છે.NDAના સાથી પક્ષો પણ આની ફેવરમાં છે. હવે કેરળમાં મળેલી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની બેઠક પછી એક મોટું નિવેદન સામે આવ્યું છે.
RSSના નેતા સુનિલ આંબેકરે કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજમી એકતા અને અંખડિતતાને જોખમમાં મુકી શકે છે, જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ રાજકીય સત્તા અને ચૂંટણી પ્રચાર માટે ન થવો જોઇએ, પરંતુ કલ્યાણકારી હેતુ માટે થવો જોઇએ. ખાસ કરીને દલિત સમાજની સંખ્યા જાણવા જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શકાય.