પ્રાંતિજ સહિત તાલુકા મા વાયરલ કેસોમા વધારો
- શરદી, ઉધરસ , તાવ , શરીર નો દુખાવો સહિત ના વાયરલ કેસો મા વધારો
- કેસો વધતા સિવિલ સહિત ના હોસ્પિટલો ઉભરાયા
- ધરે ધરે વાયરલ કેસો વધ્યા દવાનો છટાવ કરવામાગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા હાલ ધરે ધરે તાવ , શરદી ,ઉધરસ , માથાનોદુખાવો , શરીર નો દુખાવો જેવા વાયરલ કેસોમા નોંધપાત્ર વધારો થતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમા દર્દીઓનો ધસારો જોવા મળી રહે છે
હાલ પ્રાંતિજ સહિત તાલુકામા શરદી , ઉધરસ , તાવ ના વાયરલ કેસો મા નોંધપાત્ર વધારો જોવા મલ્યો છે તે વચ્ચે હાલ પ્રાંતિજ સહિત તાલુકા મા એકાએક ધરે ધરે વાયરલ કેસો ને લઈ ને માંદગીના ખાટલા જોવા મળતા આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા લોકમાંગણી ઉઠવા પામી છે અને હાલ વાયરલ ઇન્ફેક્શન તાવ , શરદી , માથાના નો દુખાવો , ઉધરસ , શરીર નો દુખાવો જેવા કેસોમા સતત વધારો થયો છે અને જયા જુઓ ત્યા દવાખાનાઓમા દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને ધરે ધરે માંદગીના ખાટલા જોવા મલે છે ત્યારે હાલ લોકો ડબલ ઋતુઓનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે લોકો મા ભંય પણ જોવા મળી રહ્યો છે તો દવાનો છટાવ કરવામાગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ પ્રાંતિજ