પ્રાંતિજ ખાતે ગણપતિ બાપ્પા મોરિયાના જયધોષ સાથે વાજતે ગાજતે ઠેરઠેર ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું હતું
– પ્રાંતિજ સહિત તાલુકા માં ઠેરઠેર ભગવાન ગણેશ નું સ્થાપણ થયું
– સોસાયટીઓ પોળો મહોલ્લાઓમાં દુધાળા દેવ ને વાજતેગાજતે ગણેશ યુવક મંડળ દ્વારા પંડાલ સુધી લઇ ગયાં
– દશ દિવસ માટે સ્થાપના કરવામાં આવ્યુ
સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં ગણેશ મહોત્સવની દરવર્ષ ની જેમ ગણેશ મહોત્સવ ની ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવીછે ત્યારે પ્રાંતિજ ખાતે પણ ઠેરઠેર ગણપતિ બાપ્પા મોરિયાના જયધોષ સાથે ધરે-ધરે તથા વિવિધ યુવક મંડળોદ્રારા સાર્વજનિક સ્થાપના કરવામાં આવી છે
માયા નગરી સહિત દેશ ભરમાં ભગવાન ગણેશ ની મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા માં પણ ઠેરઠેર ભગવાન ગણેશ ની મૂર્તિઓનુ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ દરવર્ષ ની જેમ ગણપતિ દાદાની મૂતિઓને તેમણાં પંડાવ સુધી લાવવામાટે વિવિધ યુવક મંડળો દ્રારા ઢોલ નગારા ડીઝેના તાલ સાથે લઇ જવામાં આવ્યા હતા જેમાં ગોપીનાથ સોસાયટી , રેલ્વેસ્ટેશન ખાતે સ્થાપના કરવામાં આવીછે ત્યારે ગોપીનાથ સોસાયટી યુવક મંડળ દ્રારા ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ રાંદલ મહાકાલી માતાના મંદિર ખાતે થી ગણપતિ બાપ્પા ની મૂર્તિ નો પણ વરધોડો કાઢી દરવર્ષ ની જેમ વાજતે ગાજતે ડીઝેના સંગ સાથે પંડાવ સુધી લઇ જવામાં આવ્યા હતા અને પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવ્યુ છે જેમાં ગણેશ ભકતો સહિત ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તો વિવિધ જગ્યાઓ ઉપર દરવર્ષ ની જેમ ભગવાન શ્રી ગણેશ ની મૂતિ ઓનું યુવક મંડળો દ્રારા સ્થાપના કરવામાં આવીછે
જીલ રાવલ પ્રાંતિજ