પ્રાંતિજ ના સલાલ ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ તથા સ્લેટ આપવામા આવી
– USA રહેતા દાતા તરફથી વિધાર્થીઓને સ્કુલ બેગ-સ્લેટ નુ વિતરણ કરવામા આવ્યુ
– બાળકોને નવી સ્કૂલ બેગ-સ્લેટ મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-૨ ના વિધાર્થીઓને USA રહેતા દાતા દ્રારા સ્કુલ બેગ તથા સ્લેટ નુ વિતરણ કરવામા આવ્યુ











પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા-૨ મા અભ્યાસ કરતા વિધાર્થીઓને સલાલ ના વતની અને હાલ અમેરીકા ખાતે રહેતા ગોપાલભાઈ ગિરધર ભાઇ પટેલ દ્રારા શાળામા અભ્યાસ કરતા દરેક વિધાર્થીઓને સ્કુલ બેગ તથા સ્લેટ આપવામા આવી હતી તો મોહનભાઇ ઉપાધ્યાય તથા બ્રિજેશભાઇ ઉપાધ્યાય શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેવોના હસ્તે વિધાર્થીઓને સ્કુલ બેગ તથા સ્લેટ અર્પણ કરવામા આવી હતી તો વિધાર્થીઓને નવી સ્કૂલ બેગ-સ્લેટ મળતા તેવોના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ હતુ તો આ પ્રસંગે એસએમસી સભ્ય જયંતિભાઇ રાવળ , શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને USA ખાતે રહેતા દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા