એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીને મુંબઇની જય હિંદ કોલેજે વર્ષ 1978માં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, એજ કોલેજમાં અદાણીને લેકચર આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગૌતમ અદાણીના મોટા ભાઇ વિનોદ અદાણી જય હિંદ કોલેજમાં જ ભણ્યા હતા.
બ્રેકીંગ બ્રાઉન્ડ્રીઝ- ધ પાવર ઓફ પેશન એન્ડ અનકન્વેન્શનલ પાથ્સ ટુ સક્સેસ વિષય પર ગૌતમ અદાણીએ પોતાની સક્સેસ સ્ટોરી શેર કરી હતી. તેમણે કહ્યુ કે, 16 વર્ષની ઉંમરે મેં બધા બેરિયર તોડીને બિઝનેસમાં ભવિષ્ય બનાવવાનું નક્કી કરી લીધેલું. અદાણીએ કહ્યું કે, આજનો યુવાન બાઉન્ડ્રીને અડચણ રૂપે નહીં, પરંતુ પડકારના રૂપમાં જુએ છે. ભારતમાં જે.આરડી તાતા, જે.ડી બિરલા અને ધીરુભાઇ અંબાણી વારસો આપીને ગયા છે. આ એવા લોકો હતા જેમણે પડકારો અને આલોચનાનો સામનો કરીને અશક્ય વાતને એકસ્ટ્રા ઓડિનરીમાં ફેરવી નાંખી હતી.