સોશિયલ મીડિયા પર ટોલ વસુલીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એક નેશનલ હાઇવેનું નિર્માણ 1896 કરોડ રૂપિયામાં થયું અને તેની પર બનેલા ટોલ પ્લાઝાએ 8349 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
એક ન્યૂઝ ચેનલે કરેલી RTIમાં માહિતી મળી છે કે, દિલ્હી જયપુર નેશનલ હાઇવે નં8 પર મનોહર ટોલ પ્લાઝા છે. આ ટોલ પ્લાઝા પર 3 એપ્રિલ 2009થી ટોલ ઉઘરાવવામાં આવે છે. 2023 સુધીમાં કુલ 8349 કરોડ રૂપિયાનો ટોલ ઉઘરાવાયો છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જણાવ્યા મુજબ કોઇ પણ ટોલ પ્લાઝાએ પોતાની રિકવરી પછી ટોલ 40 ટકા જેટલો ઘટાડવો જોઇએ. પરંતુ ટોલ પ્લાઝા ટેક્સ ઘટાડતા નથી અને લોકોની ઉઘાડી લૂંટ કરી રહ્યા છે અને છતા કોઇના પેટનું પાણી હાલતું નથી.