fbpx

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં આટલા કરોડ લોકો આળસુ છે

Spread the love

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ NGO ર્સ્પોટસ એન્ડ સોસાયટી એક્સેલેટરરના સહયોગથી એક સર્વે બહાર પાડ્યો છે. રમત ગમત અને શારિરિક પ્રવૃતિઓ માટેનો આ પહેલા રાષ્ટ્રીય સર્વે છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 20 કરોડ લોકો નિષ્ક્રીય જીવન જીવી રહ્યા છે અને તેમાં પણ શહેરમાં રહેતી છોકરીઓ સૌથી વધારે પ્રભાવિત થઇ રહી છે.

લોકો નિયમિત કસરત કરતા નથી, ખાણી પાણીની ખોટી જીવન શૈલી, કેટલીક ખરાબ આદતોને કારણે નિષ્ક્રીય લોકોની સંખ્યા વધી છે. છોકરીઓ સલામતી અને મેદાનમાં મર્યાદિત એન્ટ્રીને કારણે નિષક્રીય થઇ ગઇ છે.

WHOએ કહ્યું છે કે, પુખ્તવયના લોકોણે સપ્તાહમાં 150 મિનિટ નિયમિત કસરત કરવી જોઇએ અને બાળકો અને કિશોરોએ દરરોજ 1 કલાક કસરત માટે ફાળવવો જોઇએ. 

error: Content is protected !!