ટ્રાન્સ્પોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી દિલ્હી દ્વારા રોડ સેફ્ટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારી એ વાત સામે આવી છે કે મોટા શહેરોની સરખામણીએ નાના શહેરોમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર વધારે છે. એક લાખની વસ્તી પર આ મૃત્યુ દર આપવામાં આવ્યો છે અને 10 લાખથી વધારે વસ્તી ધરાવતા 53 શહેરોનો અભ્યાસ કરાયો છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાતમાં રાજકોટ શહેર માર્ગ અકસ્માતના કિસ્સામાં મૃત્યુ દર ધરાવતું સૌથી મોખરાનું શહેર છે. અહીં મૃત્યુ દર 9.5 છે. ખરાબ રસ્તા, વાહનની ઝડપને કારણે રાજકોટમાં લોકોની જિંદગી છિનવાઇ રહી છે. સ્માર્ટ સિટીના ગાણા લોકોના ગાલ પર આ એક તમાચો છે.