અધિકારી હસ્તક પાલિકા નગરજનો પરેશાન
પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા અપાતુ ગંદુ પાણીને લઈ ને રોગચાળા ની ભીતી
– કાળુ-પીળુ દુર્ગંધ યુક્ત પાણી મળતા નગરજનો પરેશાન
– ઝાડા ઉલ્ટી , પેટની બિમારી , ચામડીના રોગો , તાવ ,જેવા રોગો ની બુમરાહ
– નગરજનોની અનેકવાર રજુઆતો છતાંય મુખ્ય અધિકારી ગૌર નિંદ્રામા
– છેલ્લા દશ દિવસ થી વિવિધ વિસ્તારો મા કબુતર ના પીછા દુર્ગંધ યુક્ત ગંદુ પાણી આપવામા આવે છે
– દુર્ગંધ યુક્ત પાણી નો લેબોટરી ટેસ્ટ કરવામા આવે તેવી માંગ
– અગાઉ પણ બે મહિના પહેલા આજ વિસ્તારો મા લીલુ-પીળુ દુર્ગંધ યુક્ત પાણી ની સમસ્યાઓ હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે છેલ્લા દશ દિવસ થી વિવિધ વિસ્તારો મા નગરપાલિકા દ્રારા આપવામા આવતુ પીવાનુ પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધ યુક્ત આપવામા આવતા નગરજનો તોબા-તોબા પોકારી ઉઠયા છે અને રજુઆતો બાદ પણ પરિસ્થિત જેસે થેની જોવા મળી રહી છે
પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્રારા આપવામા આવતી પ્રાથમિક સુવિધાઓમા નિષ્ફળ રહી છે ત્યારે પ્રથમ પાયોરીટી કે જે શુધ્ધ પીવાનુ પાણી આપવામા પણ નિષ્ફળ રહી છે ત્યારે અનેકવાર પ્રાંતિજ પાલિકામા લાલદરવાજા , ખોડીયાર કુવા , તપોધન વાસ , મોટોમાઢ , ગોપીનાથ સોસાયટી સહિત ના વિવિધ વિસ્તારો મા કાળુ-પીળુ , કચરા વાળુ અને કબુતર ના પીછા વાળુ અને દુર્ગંધ યુક્ત પાણી ને લઈ ને નગરજનોની ફરીયાદ બાદ પણ પ્રાંતિજ પાલિકા ના ચીફ ઓફિસર રોશની બેન પટેલ દ્રારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામા આવતી નથી અને હાલતો હોતા હે ચલતા હે જેવી સ્થિતી જોવા મળી રહી છે તો બીજી બાજુ કાળુ પીળુ અને દુર્ગંધ યુક્ત ગંદા પાણી પીવાને લઈ ને ઝાડા ઉલ્ટી , પેટ ની બિમારી , સ્કીનની બિમારી વિવિધ બિમારીઓ થતી હોવાની બુમરાહ પણ ઉઠવા પામી છે તો નળ ઉપર બાંધેલ સફેદ કપડુ નુ ધરણી પણ કાળુ કચરા વાળુ થઈ જાય છે ત્યારે નગરજનો વિવિધ વિસ્તાર ના રહીશો દ્રારા અનેકવાર પ્રાંતિજ પાલિકામા રજુઆતો કરવામા આવી છે છતાંય પ્રાંતિજ પાલિકા દ્રારા આજ દિન સુધી દુર્ગંધ ગંદા પાણીનો નિકાલ લાવવામા આવ્યો નથી તો આજ થી બે મહિના પહેલા પણ આજ વિસ્તારોમા લીલી પીળુ દુર્ગંધ પાણી ની સમસ્યાઓ ઉભી થઈ હતી ત્યારે દુર્ગંધ ગંદુ પાણી ના નમુના પણ લઈ ને ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ લેબોટરી માટે મોકલી આપવામા આવેલ નથી ત્યારે લેબોટરી ટેસ્ટ કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે નઠોર પાલિકા દ્રારા પાણીની સમસ્યા ને લઈ ને હાલતો નિદ્રા વ્રત માંથી બહાર આવી નગરજનો ની સમસ્યા પાણીનો પ્રશ્ન હલ કરશે કે કેમ એતો હવે જોવુ રહ્યુ ત્યારે હાલતો અધિકારી હસ્તક પાલિકાને લઈને નગરજનોને એક પછી એક પરેશાનીઓમા વધારો જોવા મળી રહ્યો છે
જીલ રાવલ પ્રાંતિજ