પ્રાંતિજ પાલિકા દ્રારા ગ્રીનપાર્ક-૧,૨ માંથી ધનકચરો લેવામા ના આવતા મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને
– પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ જેસેથેની સ્થિતી
– રહીશો નિયમિત વેરો ભરવા છતાય પાલિકાના ઠાગાઠૈયા
– રહીશો ના ધરો આગળ કચરાની ડોલો ભરેલી જોવા મળે છે
– સોમવાર સુધીમા કચરા ની ગાડી નહી આવે તો મહિલાઓ ધનકચરા ની ડોલો પાલિકામા જઇ ઠાલવશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ગ્રીનપાર્ક-૧,૨ સોસાયટીમા પ્રાંતિજ પાલિકા દ્રારા સફાઇ તથા ધનકચરો લેવા માટે કોઇ ના આવતુ હોય સોસાયટીની મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને સોમવાર બપોર સુધી મા કચરા ની ગાડી નહી આવે તો રહીશો ધનકચરો પાલિકામા ઠાલવશે
પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ ગ્રીનપાર્ક ૧,૨ સોસાયટી મા છેલ્લા દશ દિવસ થી સફાઇ માટે કોઇ ના જતુ હોય અને સોસાયટી માંથી ધનકચરો લેવામાટે પણ પાલિકાની ગાડીઓ ના આવતી હોય રહીશોના ધરો આગળ કચરાની ડોલો ધનકચરા થી ઉભરાતી જોવા મળી રહી છે તો સોસાયટી ના રહીશોએ પ્રાંતિજ પાલિકા રજુઆત બાદ પણ કચરો ઉઠાવવા માટે પાલિકા માંથી કોઇ ના આવતા સોસાયટી ની મહિલાઓ નો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો તો સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે સફાઇ માટે પણ કોઇ ના આવતા સફાઇ તો અમે જાતે ધર આગળ કરી દઈ એ છીએ પણ ભેગો કરેલ ધન કચરો કોઇ લેવા માટેના આવતા ધર બહાર કચરાની ડોલો ભેગી થઈ છે અને પહેલા તો સોસાયટી બહાર ખુલ્લી કેનાલ હોય ત્યા રહીશો કચરો ફેંકવા જતા હતા પણ તે પણ પુરી જતા હવે કચરો નાખવો મુશ્કેલ બન્યો છે અને કચરો લેવા માટે પાલિકામાંથી ગાડી ના આવતી હોય હાલતો સોસાયટી ના રહીશો ના ધર આગળ પાંચ થી છ ડોલો ધન કચરો એકઠો થયો છે અને ધર આગળ કચરાની ડોલો ભરેલ દુરગંધ મારતી પડી રહી છે તો રહીશોનુ કહેવુ છેકે અમે પાલિકા મા નિયમિત સફાઈ વેરો સહિત ના વેરાઓ ભરીએ છીએ છતાંય પાલિકા દ્રારા અમારી સોસાયટી મા કોઇ સુવિધાઓ પુરી પાડવામા આવતી નથી સ્ટ્રીટ લાઇટો પણ સોસાયટી ના રહીશોએ જાતે નાંખવામા આવી છે ત્યારે હાલ પાલિકામા ચીફ ઓફિસર નુ રાજ હોય પણ ચીફ ઓફિસર દ્રારા અમારી સોસાયટીઓની રજુઆતો ઉપર ધ્યાન લેવામા આવતુ નથી અને ચીફ ઓફિસર જાણે સરકારી ખુરશી તોડતા હોય તેવુ હાલતો લાગી રહ્યુ છે ત્યારે રહીશો દ્રારા પાલિકામા રજુઆત બાદ અને નિયમિત વેરો ભરવા છતાય પાલિકા દ્રારા ધનકચરો લેવામા ના આવતા સોસાયટીની મહિલાઓ જણાવ્યુ હતુ કે સોમવાર સુધીમા કચરો લેવા માટે કચરાની ગાડી નહી આવે તો સોસાયટી ની મહિલાઓ ધર આગળ ભેગો કરેલ ધનકચરો પાલિકા જઈ ને ઠાલવવામા આવશે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા દ્રારા સોસાયટીના રહીશોના ધરે જમા થયેલ ધનકચરો ઉઠાવવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ