fbpx

વર્જિનિયામાં રાહુલ બોલ્યા-ચૂંટણી બાદ તરત ગાયબ થઇ ગઇ PMની ભયનીતિ, તેમની 56

Spread the love

કોંગ્રેસ સાંસદ અને સદનમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અત્યારે અમેરિકાના પ્રવાસે છે. સોમવારની રાત્રે તેમણે વર્જિનિયમાં હર્નડમમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડરાવવાની રણનીતિ તરત ગાયબ થઇ ગઇ છે. વડાપ્રધાન મોદીની ડરાવવાની રણનીતિ માત્ર ચૂંટણી સુધી સીમિત હતી, ચૂંટણી સમાપ્ત થતા જ તે પણ ગાયબ થઇ ગઇ. મને ઘણા લોકોએ કહ્યું હતું કે, હવે ડર લાગતો નથી, હવે ડર નીકળી ગયો.

રાહુલ ગાંધીએ વર્જિનિયામાં હર્નડનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ એ સમજતી નથી કે આ દેશ બધાનો છે અને ભારત એક સંઘ છે. સંવિધાનમાં એ સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું છે કે ભારત જે એક સંઘ છે, જેમાં વિભિન્ન ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે. તેઓ (ભાજપ) કહે છે કે તે એક સંઘ નથી તે કંઇક બીજું છે. ચૂંટણીથી 3 મહિના અગાઉ અમારા બેન્ક ખાતાઓને સીલ કરી દેવામાં આવ્યા હતા. અમે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરીએ. મેં કહ્યું જોવાઇ જશે. જોઇએ શું કરી શકાય છે અને અમે ચૂંટણીમાં ઉતર્યા.

તેની સાથે જ રાહુલ ગાંધીએ ચૂંટણીઓ બાદના માહોલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી બાદ કંઇક બદલાઇ ગયું છે. કેટલાક લોકોએ કહ્યું કે, હવે ડર લાગતો નથી, ડર નીકળી ગયો. મારા માટે એ રસપ્રદ છે કે ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડર ફેલાવ્યો, એજન્સીઓનો દબાવ નાના વ્યવસયો પર નાખ્યો અને એ બધુ થોડી સેકન્ડોમાં ગાયબ થઇ ગયું. તેને ફેલાવવામાં તેમને વર્ષો લાગી ગયા, પરંતુ બધુ ક્ષણવારમાં ખતમ થઇ ગયું. સંસદમાં, હું વડાપ્રધાનને સામે જોઉ છું અને કહી શકું છું કે મોદીજીની એ 56 ઈંચની છાતી, ઇશ્વર સાથે સીધો સંબંધ હોવાનો દાવો, એ બધુ હવે ઇતિહાસ બની ચૂક્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!