અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે દેશમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત 1893માં બાળ ગંગાધર તિલક જેમને લોકો લોકમાન્ય તિલક તરીકે ઓળખે છે, તેમણે કરાવી હતી, પરંતુ લોકમાન્ય તિલક પહેલા ગુજરાતના એક શહેરે સૌથી પહેલા સાર્વજનિક ગણેશોત્સવ શરૂ કરી દીધો દીધેલો
સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત ગુજરાતના પાટણમાં 1878માં થઇ હતી. તે વખતે ઉત્તર ગુજરાતના પાટણ પર ગાયકવાડનું શાસન હતુ અને તેમણે ગોવિંદરાવની વહીવટદાર તરીકે નિમણુંક કરી હતી. ગોવિંદરાવે 1878માં પાટણના ભદ્ર્ વિસ્તારમાં ગણેશ સ્થાપની શરૂઆત કરેલી. તે વખતે 12 દિવસ સુધી ગણેશોત્સવ ચાલતો.
અનંત ચર્તુદશીના દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે અને વહેલી સવારે ગણપતિ બાપ્પાનો પાટ ખસેડવામાં આવે. એવી માન્યતા છે કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે પ્રાણ ગણેશ ભગવાનમાં પુરાયો હોય તે પાટ ખસેડવાને કારણે નિકળી જાય.