fbpx

AAP સરકારને બરતરફ કરવામાં આવે, રાષ્ટ્રપતિ સચિવાલયે ગૃહ મંત્રાલયને મોકલી ચિઠ્ઠી

Spread the love

આમ આદમી પાર્ટી (AAP)ની સરકારને બરતરફ કરવા માટે દિલ્હીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોએ વિજેન્દર ગુપ્તાની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી અને આવેદાન પત્ર આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિ સચિવાલયે ભાજપના આવેદનને ગૃહ સચિવ પાસે મોકલી દીધું છે કે દિલ્હી સંવૈધાનિક સંકટનો સામનો કરી રહી છે. સચિવાલયનું કહેવું છે કે તેના પર ઉચિત ધ્યાન આપવાની જરૂરિયાત છે. 20 ઑગસ્ટના રોજ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન દિલ્હી સરકારને બરતરફ કરવાની માગ કરી હતી અને દાવો કર્યો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલ જવાથી સંવૈધાનિક સંકટ ઉત્પન્ન થઈ ગયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ સચિવાલયના ડિરેક્ટર શિવેન્દ્ર ચતુર્વેદીએ દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતાને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે ‘રાષ્ટ્રપતિને લખેલી 30 ઑગસ્ટ 2024ના રોજની તમારી ચિઠ્ઠીની પ્રાપ્તિને સ્વીકારે છે, જેના પર દિલ્હી વિધાનસભાના અન્ય 7 ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સંયુક્ત રૂપે હસ્તાક્ષર કર્યા છે. તેના પર ઉચિત ધ્યાન આપવા માટે ગૃહ મંત્રાલયના ગૃહ સચિવને ચિઠ્ઠી મોકલવામાં આવી છે.

આવેદનમાં ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે, સરકાર છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના કરવામાં નિષ્ફળ રહી છે. જે એપ્રિલ 2021થી પેન્ડિંગ છે. આ ઉપેક્ષા ભારતના સંવિધાનનું ગંભીર ઉલ્લંઘન છે અને તેણે શહેર માટે ઉચિત નાણાકીય યોજના અને સંસાધન સપ્લાઈને ગંભીર રૂપે બાધિત કર્યા. ખાસ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને પ્રભાવિત કરી છે. એ સિવાય ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારે જાણીજોઇને કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓના અમલીકરણમાં બાધા નાખી હતી.

તો ભાજપ પર પલટવાર કરતા AAPએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા સરકારને બરતરફ કરવા માટે રાષ્ટ્રપતિ પાસે જવાનું દેખાડે છે કે તેમણે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં હાર સ્વીકારી લીધી છે. પાર્ટીએ કહ્યું હતું કે, ભાજપને સંવિધાનની કોઈ ચિંતા નથી અને તેણે વારંવાર હુમલો કર્યો છે. ભાજપ જ્યાં પણ ચૂંટણી જીતી શકતી નથી, તે રાજ્યની ચૂંટાયેલી સરકારના કામને બાધિત કરીને એકમાત્ર ઉદ્દેશ્યથી પેરેલલ સરકાર ચલાવવાનો પ્રયાસ કરે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!