કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ યાત્રા પર જાય ત્યારે ભાજપ અને RSS પર પ્રહારો કરતા રહે છે. તો બીજી તરફ રાહુલની વિદેશયાત્રા સામે ભાજપ પણ આક્રમક બની રહ્યું છે. ભાજપ સામે રાહુલની સામે આક્રમક હુમલા કરે છે તેના 5 કારણો જણાવીશું.
પહેલું કારણ એ છે કે ભાજપનું રાહુલ ગાંધી માટેનું પપ્પુ તરીકેનું જે નેરેટીવ હતું તે નબળું પડી ગયું છે. ભાજપ હંમેંશા રાહુલને અસમર્થ નેતા કહેતું, પરંતુ રાહુલ હવે વિદેશમાં જુદા જુદા વિચારો અને તાર્કિક દલીલો કરે છે. બીજું કારણ એ છે કે, વિદેશી મીડિયામાં રાહુલના દુષ્પ્રચારથી ભાજપ સરકારને નુકશાન થાય છે., ત્રીજુ કારણ એ છે કે રાહુલને વૈશ્વિક સ્તરે મહત્ત્વ વધી રહ્યું છે, ચોથું કારણ એ છે કે, રાહુલને વિપક્ષો પણ હવે સ્વીકારતા થવાને કારણે વિપક્ષો એકજૂટ થતા ભાજપની ચિંતા વધી છે અને પાંચમું કારણ એ છે કે રાહુલ ગાંધી હવે પોતાની સાથે નવી પેઢીને જોડી રહી છે.