Apple દુનિયાની સૌથી મોટી તે કંપનીઓમાંથી એક છે. તેના પોર્ટફોલિયોમાં ઘણા ઘણા પ્રોડક્ટ્સ સામેલ છે, જેમાં iPhone, Apple mac, Apple Vision Pro વગેરેનો સમાવેશ થાય છે. કંપની દર વર્ષે iPhoneના ન્યૂ લાઇનઅપને લોન્ચ કરે છે. કંપનીએ iPhone 16 સીરિઝ લોન્ચ કરી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે કંપની દર વર્ષે સપ્ટેમ્બરમાં જ આ લોન્ચિંગ કેમ કરે છે? આ આર્ટિકલમાં તેનો જવાબ આપણે જાણવાના છીએ. Apple iPhoneને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવા પાછળ ઘણા કારણ છે, તેને કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કહી શકાય છે. કદાચ આ જ સ્ટ્રેટેજીના કારણે iPhone દુનિયામાં એટલો લોકપ્રિય છે. ચાલો જાણીએ આ કારણો બાબતે.
ફેસ્ટિવ સીઝન:
ભારત સહિત દુનિયાભરમાં વર્ષનું ચોથું ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બર બાદના મહિના વાસ્તવમાં ફેસ્ટિવલ સીઝનના હોય છે. ભારતમાં જ્યાં દીવાળી મનાવવામાં આવે છે તો ભારત સહિત આખી દુનિયામાં ક્રિસમસનો તહેવાર પણ મનાવવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો પોતાના માટે નવો ફોન ખરીદે છે કે પછી પોતાના મિત્રો અને સંબંધીઓને ગિફ્ટમાં iPhone આપે છે. સપ્ટેમ્બરમાં લોન્ચ કરીને Apple રજાઓની ખરીદીનો ફાયદો ઉઠાવે છે.
Appleનું અલગ નાણાંકીય વર્ષ:
Appleનું અલગ નાણાકીય વર્ષ હોય છે. આ નાણાકીય વર્ષની શરૂઆત સપ્ટેમ્બરના છેલ્લા રવિવારથી થાય છે. એવામાં કંપની પોતાના નાણાકીય વર્ષ પૂર્ણ થવા અગાઉ ન્યૂ iPhone લાઇનપને લોન્ચ કરે છે. સાથે જ જૂના હેન્ડસેટની કિંમતમાં ઘટાડો કરે છે.
પ્રોડક્શન એન્ડ સપ્લાઇ ચેઇન:
ઘણા વર્ષના અનુભવ બાદ Appleએ પોતાના પ્રોડક્શન અને સપ્લાઇ ચેઇનથી કંઇક શીખ્યું છે. iPhoneને સપ્ટેમ્બરમાં લોન્ચ કરે છે, જેના માટે તે ઉનાળામાં તેનું પ્રોડક્શન કરે છે અને ડિમાંડની જરૂરિયાત માટે ડિવાઇસ તૈયાર કરી લે છે.
રિટેલ પ્લાનિંગ:
Apple iPhoneને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યા બાદ ટેલિકોમ કંપનીઓ અને રિટેલર્સને ફેસ્ટિવ સીઝન અગાઉ પોતાનો માર્કેટિંગ પ્લાન તૈયાર કરવા માટે સમય મળી જાય છે. એવામાં સારી ઑફર્સ અને ડીલ લઇને આવે છે જેના કારણે ઘણા હેન્ડસેટ સેલ કરી શકે છે.