પ્રાંતિજ ખાતે કોગ્રેસ દ્રારા પ્રાંન્ત અધિકારી તથા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
– ખેડૂતો ને પાક નુકસાની વળતર ચુકવવા ની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ
– જિલ્લામાંથી ઇમરાન ભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા
– તાલુકા પ્રમુખ , શહેર પ્રમુખ સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારે વરસાદ ને લઈ ને ખેતી મા થયેલ નુકસાન તથા વરસાદ ને લઈ ને મકાનો ધરાશાયી થતા યોગ્ય સર્વે કરી ન્યાયિક વળતર આપવાની માંગ સાથે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા બે જગ્યાએ આવેદનપત્ર આપીને રજુઆત કરી
પ્રાંતિજ સહિત તાલુકામા ચાલુ વર્ષે ૧૦૦ ટકા વરસાદ પડતા ખેતરો મા તૈયાર થયેલ પાક ફેલ થતા ખેડુતોને મોટુ નુકસાન ગયુ છે જેને લઈ ને તેવોને વળતર સહાય ચુકવવા તથા પ્રાંતિજ તથા તાલુકામા કેટલાય મકાનો ધરાશાયી થયા છે તેવા મકાન માલિકો ને પણ યોગ્ય વળતર ની ચૂકવણી કરવાની માંગ સાથે આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા પ્રાંતિજ તાલુકા પંચાયત થી તાલુકા સેવાસદન ખાતે જઇ ને પ્રાંતિજ ના પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ તથા પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ ને ખેડૂતોને થયેલ મોટુ નુકસાન ની યોગ્ય વળતર ચુકવણી તથા ચોમાસા દરમ્યાન પડેલ મકાન માલિકોને પણ યોગ્ય વળતર ચુકવવા ની માંગ સાથે પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપી ને રજુઆત કરી હતી અને ધર વિહોણા થયેલ લોકો ને તથા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે મૌખિક તથા આવેદનપત્ર આપીને લેખિત મા રજુઆત કરી હતી જેમા જિલ્લામાંથી ઇમરાન ભાઇ ઠાકોર , તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ બહેચરસિંહ , તાલુકા પ્રમુખ કૌશિક ભાઇ પટેલ , શહેર પ્રમુખ ચિરાગ ભાઇ પટેલ , રેખાબેન સોલંકી , સંજયભાઇ પટેલ , અનિલભાઇ પટેલ , નૂતનભાઇ પરમાર , મનહરભાઇ પરમાર , રણછોડભાઈ પટેલ સહિત કોગ્રેસ કાર્યકરો હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ