fbpx

મહાયુતિનું બગડ્યું ગણિત! શિંદે માગે 105 સીટ, NCP 80, BJPની શું ડિમાન્ડ?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે થોડા જ મહિનાનો સમય બચ્યો છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે મહાયુતિમાં સીટ શેરિંગને લઈને પેંચ ફસાઈ રહ્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરફથી સત્તાવાર કંઇ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત છે કે હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એ દરમિયાન જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાએ સીટોની ડિમાન્ડ રાખી દીધી હતી.

કોણ કેટલી સીટો માગી રહ્યું છે?

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શિવસેના 100-105 સીટો પર દાવો રજૂ કરી રહી છે. તો ભાજપ 160 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવા માગે છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી NCP 60-80 સીટો પર ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા સીટોની કુલ સંખ્યા 288 છે. આ અગાઉ વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેનાએ સાથે મળીને લડી હતી.

અખબાર સાથે વાતચીત કરતા પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન શિવસેનાએ 100 કરતા વધુ સીટો પર ચૂંટણી લડવાની વાત રાખી છે. તેમણે જણાવ્યું હતું કે, અમિત શાહ સામે પૂર્વમાં અવિભાજિત શિવસેના સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં પણ પાર્ટીના પ્રદર્શનને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમને મળનારા મરાઠા અને હિન્દુત્વ વોટ યથાવત રહ્યા. પોતાના દમ પર શિવસેના (UBT) વધુ વોટ નહીં લઈ શકે.

શાહે વધુમાં જણાવ્યું કે, તેઓ INDIA બ્લોકના કારણે તેને વોટ મળશે. જો અમને 100 કરતા વધુ સીટો મળતી તો શિવસેના (UBT)નો મુકાબલો કરી શકીશું અને મહાવિકાસ અઘાડી (MVA)ને હરાવી દઇશું. રિપોર્ટ મુજબ, જાણકારોનું કહેવું છે કે સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર આ મહિનાના અંત સુધીમાં મહોર લાગી શકે છે. તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે શિવસેનાને 80-90 સીટો અને NCPને 50-60 સીટો મળી શકે છે. ખાસ વાત છે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર 25 સીટો પર ભાજપ સાથે ફ્રેન્ડલી ફાઇટના સમાચારોનું ખંડન કરી ચૂક્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!