ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લાની ભારત-નેપાળ બોર્ડર પર કસ્ટમ વિભાગે 16 ટન ચાઇનીઝ લસણ જપ્ત કર્યું છે, જેમાંનું 1400 થેલી લસણ લેબ ટેસ્ટમાં ફેલ થયું છે. જેનો કસ્ટમ વિભાગે નાશ કરી દીધો છે. આ ચાઇનીઝ લસણ નેપાળના રસ્તે ભારતમાં લવાતું હતું. આ લસણ લેબ ટેસ્ટમાં ફૂગ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
જો તમે પણ ખોરાકમાં લસણનો ઉપયોગ કરી રહ્યા છો તો ચેતી જજો, કેમ કે તમે બજારમાંથી લાવેલું લસણ ચાઇનીઝ લસણ હોય શકે છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે જે તમને બીમાર કરી શકે છે. ભારતમાં આ વર્ષે ભારે વરસાદ અને પૂરના કારણે લસણનું ઉત્પાદન ઓછુ થયું છે. તેના કારણે બજારમાં લસણની કિંમતમાં ભારે વધારો થયો છે.
ભારતની બજારમાં લસણની ઉંચી કિમતના કારણે તસ્કરો ચીનથી લસણ ભારત લાવી રહ્યા છે. તસ્કરો ચીનથી નેપાળ લસણ લાવી ભારત-નેપાળ ખુલ્લી સીમાથી સીમાવર્તી ક્ષેત્રો અને અન્ય શહેરોમાં ચાઇનીઝ લસણ મોકલી રહ્યા છે.
નેપાળના રસ્તે તસ્કરી કરી ભારતમાં લાવી રહેલ 16 ટન લસણ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. આ લસણના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા જેમાંથી 1400 થેલી લસણ લેબ ટેસ્ટમાં ફેલ થયું છે. લેબ રીપોર્ટમાં લસણમાં ફૂગ હોવાનું કહેવાયું છે. આ 1400 થેલી લસણ કસ્ટમ વિભાગે નષ્ટ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે ચાઈનીઝ લસણને સ્વાસ્થ્ય માટે હાનીકારક જાહેર કરી તેના પર પ્રતિબંધ પણ મુક્યો છે.
મહારાજગંજ (ઉત્તરપ્રદેશ)ની બજારમાં એક કિલો ભારતીય લસણનો ભાગ 260-300 રૂપિયા સુધીનો છે. જ્યારે ચાઈનીઝ લસણ બજારમાં 100 થી 150 રૂપિયે કિલો વેચાય રહ્યું છે, જેનો ફાયદો ઉઠાવી તસ્કરો ભારત-નેપાળની ખુલ્લી બોર્ડર પરથી ચાઈનીઝ લસણ મોટા પ્રમાણમાં ભારતમાં ઘુસાડી બજારમાં વેચી રહ્યા છે.
ભારત-નેપાળ બોર્ડર પર ફરજ બજાવતા ડીસી વૈભવ સિંહે કહ્યું કે છેલ્લા એક મહિનામાં આશરે 16 ટન લસણ અમે જપ્ત કર્યું છે. સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી કે ચાઈનીઝ લસણનો મોટો જથ્થો નેપાળમાં ડમ્પ કરવામાં આવ્યો છે જેના કારણે ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે.
નેપાળના રસ્તે થઇ રહી છે તસ્કરી
ભારતમાં લસણનું ઓછું ઉત્પાદન અને ઉંચી કિંમતના કારણે ચીની લસણ નેપાળના રસ્તે ભારત લાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના મહારાજગંજની ભારત-નેપાળ બોર્ડર પર SSB અને કસ્ટમ વિભાગે છેલ્લા એક મહિનામાં 16 ટન લસણ જપ્ત કર્યું છે, જેમાંથી 1400 થેલી લસણનો નાશ કરી દેવામાં આવ્યો છે.
ભારતીય બજારમાં ચાઈનીઝ લસણ 100-150 રૂપિયા કિલો વેચાય રહ્યું છે જ્યારે ભારતીય લસણ 260-300 રૂપિયા કિલો વેચાય રહ્યું છે. બંને વચ્ચેની કિંમતમાં મોટા તફાવતનો તસ્કરો લાભ ઉઠાવી રહ્યા છે અને નેપાળના રસ્તે ભારતમાં ચીની લસણ ઘુસાડી રહ્યા છે.
સ્વાસ્થ્ય માટે હાનીકારક કે ચાઈનીઝ લસણ
કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લસણ પકડાયું હતું, તેમાં ફૂગ લાગી ગઈ હતી. જેને ખાવાથી પેટ અને જઠરમાં સોજાની સમસ્યા થઇ શકે છે. ડોક્ટર અમિત રાવ ગૌતમના કહ્યા અનુસાર ચાઈનીઝ લસણ જે કુત્રિમ પદ્ધતિથી ઉગાવવામાં આવે છે, તે તેને વધુ ખતરનાખ બનાવે છે.
કસ્ટમ વિભાગના ડીસી વૈભવ સિંહે કહ્યું જે સુરક્ષા એજન્સીઓએ ચાઈનીઝ લસણનો મોટો જથ્થો નેપાળમાં ડમ્પ થતા જોયો, ત્યારબાદ ભારત-નેપાળ સીમાં પર સુરક્ષામાં વધારો કરાયો. પકડાયેલ જથ્થો લેબ ટેસ્ટમાં ફેલ થવાથી તેને નષ્ટ કરી દેવામાં આવ્યો.