દુનિયાની જાણીતી મોબાઇલ કંપની એપલે ભારતમાં બનેલા i- Phone 16 અને 16 Proને એક ઇવેન્ટમાં દુનિયાભરમાં લોંચ કરી દીધા છે. ભારતના આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે x પ્લેટફોર્મ પર લખ્યુ કે, એપલના હેંડસેટ આઇ ફોન-16નું ઉત્પાદન ભારતમાં થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક-ઇન ઇન્ડિયાની પહેલથી આ આઇકોનિક પ્રોડક્ટ દુનિયાભર માટે તૈયાર થઇ છે.
જો કે નવાઇની વાત એ છે કે ભારતમાં i- Phone 16 Proની કિંમત 1, 19,900 રૂપિયા છે, જે દુનિયામાં સૌથી મોંધી કિંમત છે. સવાલ એ છે કે ભારતમાં જ બનવા છતા આ ફોન આટલો મોંઘો કેમ? ભારતમાં જે i- Phone બને છે તેના પાર્ટસ આયાત કરવા પડે છે એટલે તેની પર કસ્ટમ ડ્યુંટી લાગે છે અને વધારામાં 18 ટકા GST લાગે છે. એટલે ફોન મોંઘો છે.