મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સ્પોર્ટ એન્ડ હાઇવેએ 10 સપ્ટેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાઇવે- એક્સ્પ્રેસ વે પર 20 કિ.મીની યાત્રા પર કોઇ પણ ટોલ ટેક્સ લાગશે નહીં.
નેશનલ પરમિટ વાળા વાહનોને બાદ કરતા અન્ય વાહનચાલકો નેશનલ હાઇવે, સ્થાયી પુલ, બાયપાસ,સુરંગ જેવા રૂટનો ઉપયોગ કરશે તો એક દિવસમાં 20 કિ.મી સુધીના યાત્રા પર કોઇ ટોલ ટેક્સ વસુલવમાં નહીં આવે. જો કે, શરત એ છે કે એ વાહનની અંદર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમ લગાવેલી હોવી જોઇએ.
આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 2024ના અંત સુધીમાં દેશમાં મોટો બદલાવ આવશે.મંત્રાલયે ટોલ પ્લાઝા પર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમ માટે બે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા હતા, જેની સફળતા બાદ હવે ટુંક સમયમામં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમ લાગૂ કરાશે.