fbpx

Video: હાઇ-વે પર કાર ઉછળતી હતી, નીતિન ગડકરીના આદેશ બાદ કોન્ટ્રાક્ટરને આ સજા કરાઈ

Spread the love

દેશભરમાં રસ્તાઓના નિર્માણ અને સમારકામમાં બેદરકારીના મામલા મોટા ભાગે સામે આવતા રહે છે. અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો, જેમાં એક્સપ્રેસ-વે પર જતી કાર રસ્તામાં ખામીઓના કારણે હવામાં ઉછળતી દેખાઈ રહી છે. વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (NHAI)એ કાર્યવાહી કરતા એન્જિનિયરને બરતરફ કરી દીધો છે અને કોન્ટ્રાક્ટર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

આ મામલે NHAIએ જણાવ્યું કે, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના દિશાનિર્દેશ મુજબ ઘટનાની તપાસ કરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ/એજન્સીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે. NHAIએ કહ્યું કે, સમય રહેતા ખમીઓને દૂર ન કરવાના મામલે કોન્ટ્રાક્ટર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ નિર્માણ કાર્યની સારી રીતે દેખરેખ કરવા અને કામમાં બેદરકારીના કારણે ઓથોરિટી એન્જિનિયરની ટીમ લીડર કમ રેસિડેન્ટ એન્જિનિયરને બરતરફ કરી દેવામાં આવ્યો છે. એ સિવાય સંબંધિત સાઇટ એન્જિનિયરને પણ ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે.

સંબંધિત PD અને મેનેજર (ટેક)ને ખામીઓ માટે કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. NHAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોની તપાસ કરી તો ખબર પડી કે વીડિયો દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-વડોદરાને સુપર એક્સપ્રેસ-વે પણ કહેવામાં આવે છે. તેના પર ગાડીઓ 120 કિમી પ્રતિ કલાકની ગતિથી દોડે છે. એક્સપ્રેસ-વે પર રાજસ્થાનના અલવર અને દૌસા ક્ષેત્રમાં સૌથી વધુ રોડ અકસ્માત થાય છે. તેનું મુખ્ય કારણ એક્સપ્રેસ-વે પર રોડ ઊંચો હોવાનું, ખરાબ બેલેન્સ અને ખાડા છે. ઠેર ઠેર એક્સપ્રેસ-વે પર નાની કપચી પણ ફેલાયેલી છે. ઘણી જગ્યા પર પાણી જમા થયું છે અને રસ્તો ધસી ગયો છે.

થોડા દિવસ અગાઉ એક્સપ્રેસ-વે પર વધાતા અકસ્માતોની સંખ્યાને જોતા IIT દ્વારા અકસ્માત થવાના કારણોની જાણકારી મેળવવામાં આવી હતી. બીજી તરફ NHAI તરફથી પણ વાહનોની ગતિને રોકવા માટે ઓનલાઇન ચલણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ-વે પર લોકો 280 કિમી પ્રતિકલકની ઝડપથી વાહન દોડાવી રહ્યા છે, જ્યારે એક્સપ્રેસ-વે પર મહત્તમ લિમિટ 120 કિમી પ્રતિ કલાક છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વે પર વાયરલ વીડિયો પર હવે કાર્યવાહી થઈ છે. આ ઘટના અલવર ક્ષેત્રની બતાવવામાં આવી રહી છે.

તેમાં પુરપાટ ઝડપે જતી ગાડી અચાનક રોડની બેલેન્સિંગ ખરાબ હોવાના કારણે પાછળથી હવામાં ઊછળી ગઈ અને થોડા સમય સુધી ઉછળતી રહી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના સોહના ક્ષેત્રના PD પીકે કૌશિકે જણાવ્યું કે, વરસાદના કારણે ખાડા થાય છે. જેવા જ ખાડાઓની જાણકારી મળે છે, તરત જ ખાડાઓને રીપેર કરવામાં આવે છે. અલવર ક્ષેત્રમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ખાડાઓને સારા કરવાનું કામ ચાલી રહ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!