fbpx

કોંગ્રેસ માટે પોતાના જ નેતા માથાનો દુખાવો બનવાના લાગે છે, બધાને બનવું છે CM

Spread the love

હરિયાણામાં જોર-શોરથી ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસની અંદર મુખ્યમંત્રીના ચહેરાને લઈને લડાઈ તેજ થઈ ગઈ છે. પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા સ્પષ્ટ કહ્યું કે, મુખ્યમંત્રી બનવા માટે ધારાસભ્ય હોવું જરૂરી નથી. રણદીપ સૂરજેવાલાનું નિવેદન સ્પષ્ટ રૂપે બતાવે છે કે તેઓ મુખ્યમંત્રીની રેસમાંથી બહાર નથી. તો હરિયાણામાં પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતા સિરસાથી સાંસદ કુમારી સૈલજા પણ તમામ ટીવી ચેનલો સાથે વાતચીતમાં મુખ્યમંત્રી બનાવને લઈને પતાની રાજકીય ઇચ્છાને ખૂલીને રાખી ચૂક્યા છે.

હરિયાણામાં સરકાર બનાવવાની અપેક્ષા લગાવીને બેઠી કોંગ્રેસને પરસ્પર નેતાઓની લડાઇથી ઝટકો લાગી શકે છે. બીજી તરફ ભાજપમાં પણ મુખ્યમંત્રી ચહેરાને લઈને એવી લડાઈ જોવા મળી રહી છે. પાર્ટી સ્પષ્ટ રૂપે કહી ચૂકી છે કે નયાબ સિંહ સૈની જ તેમની તરફથી મુખ્યમંત્રીનો ચહેરો છે, પરંતુ હરિયાણાના પૂર્વ ગૃહ મંત્રી અને પાર્ટીના કદાવર નેતા અનિલ વિજે પણ એમ કહીને તાલ ઠોકી દીધો છે કે જો હરિયાણામાં ભાજપની સરકાર બને છે તો તેઓ મુખ્યમંત્રી માટે દાવો રજૂ કરશે. કુલ મળીને બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને લડાઈ તેજ થઈ ગઈ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, 2005માં પણ કોંગ્રેસે એક સાંસદને હરિયાણાના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરિયાણામાં મોટી જીત મળી હતી અને ત્યારે પાર્ટીએ 90 સીટોવાળા રાજ્યમાં 67 સીટો જીતી હતી. એ સમયે પાર્ટી તરફથી પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ સૌથી મોટો ચહેરો હતા, પરંતુ પાર્ટીએ તત્કાલીન સાંસદ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

રણદીપ સૂરજેવાલાનું આ નિવેદન એ વાતને પણ સ્પષ્ટ કરે છે કે જો કોંગ્રેસ હરિયાણામાં બહુમત હાંસલ કરવામાં સફળ રહી તો મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને જબરદસ્ત લડાઈ જોવા મળશે. હરિયાણા કોંગ્રેસમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું રાજકીય કદ નિર્વિવાદ રૂપે બાકી નેતાઓથી ભારે છે. થોડા મહિનાઓ અગાઉ તેમની વિરુદ્ધ સૈલજા, રણદીપ સૂરજેવાલા અને કિરણ ચૌધરીનું SRK જૂથ હતું. કિરણ ચૌધરી ભાજપમાં જતા રહ્યા બાદ SRK જૂથની તાકત નબળી થઈ. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સમર્થનમાં હોવાનું કહેવાય છે.

રણદીપ સૂરજેવાલા અને કુમારી સૈલજાએ મુખ્યમંત્રી બનવાની પોતાની રાજકીય ઇચ્છાને ક્યારેય છુપાવી પણ નથી. જો કે, તેમણે પાર્ટીના અનુશાસનને ધ્યાનમાં રાખતા એમ પણ કહ્યું કે તેઓ કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તેને માનશે. કુમારી સૈલજાનો દાવો એટલે મજબૂત છે કેમ કે તેઓ મહિલા છે અને દલિત સમુદાયમાંથી આવે છે, જ્યારે રણદીપ સૂરજેવાલાને નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને 10 જનપથના નજીકના માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ વિતરણમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની રાજકીય પકડ સ્પષ્ટ નજરે પડે છે.

90 સીટોમાંથી 72-75 ટિકિટ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સમર્થકોને મળી છે અને ત્યારબાદ જ હુડ્ડાના સમર્થકોમાં શાનદાર ઉત્સાહ છે. પરંતુ કુમારી સૈલજા અને રણદીપ સૂરજેવાલા પણ મુખ્યમંત્રીના પદ પર પોતાનો દાવો છોડવા માગતા નથી. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ વારંવાર એવો પ્રયાસ કર્યો છે કે હરિયાણામાં બધા રાજકીય લડકું એકજૂથ થઈને એક મંચ પર નજરે પડે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો કોંગ્રેસનું કેન્દ્રી નેતૃત્વ કયા પ્રકારે મુખ્યમંત્રીના ચહેરાની લડાઈનું સમાધાન કાઢશે. આ અગાઉ પણ કર્ણાટકથી લઈને મધ્ય પ્રદેશ અને હિમાચલથી લઈને રાજસ્થાન સહિત ઘણા અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરાઓને લઈને કોંગ્રેસ નેતાઓની રાજકીય અદાવત સામે આવી ચૂકી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!