પ્રાંતિજ માં હર્ષોલ્લાસ પૂર્વક ગણેશજી નું વિસર્જન કરાયું
-અગલે બરસ તુ જલ્લી આના સાથે વિધ્નહતાં ની દશ માં દિવસે વિદાય વરઘોડા નિકળ્યા
– ઢોલ નગારા વગાડી ડીજે ના તાલે વાજતેગાજતે દાદા ને વિદાય
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં વિધ્ન હર્તા દુંદાળા દેવ ગણપતિ દાદા ની દશ દિવસ સ્થાપના બાદ વિસર્જન વાજતેગાજતે કરવામાં આવ્યું હતું તો ભવ્ય શોભાયાત્રા ઓ જુદી જુદી જગ્યાએ થી નીકળી હતી
ગણપતિ વિસર્જન ઉત્સવમાં લોકો દાદાને વિદાય આપવા અને આવતાં વર્ષે જલ્દી આવજો તેમ બુમ બરાડા પાડતા ગુલાલ , ફટાકડા નાચતા-વગાડતા ડીજે ના તાલે જુમતા ગણેશ ભકતો નજરે પડ્યા હતાં તો રેલ્વેસ્ટેશન , આંટીવાસ વગેરે સ્થળોથી ગણેશ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા જયારે પ્રાંતિજ સહિત તાલુકા મોયદ , ઉછા , પોગલુ સહિત ના ગામો માંથી ઠેરઠેર શોભાયાત્રાઓ નિકળી હતી અને દાદાને વિદાય આપી હતી અને નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોખ દશામા મંદિર ના ધાટ ઉપર દાદાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવામાં આવ્યું હતું તો પ્રાંતિજ પીઆઇ આર.આર.દેસાઇ દ્વારા વિસર્જન દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ કે ધટના ના બને તે માટે પુરતો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ જવાનો તથા ભોઇ સમાજ ના સ્થાનિક તૈરવયા દ્રારા પાણી ની અંદર જઈ ને ભગવાન ગણેશ ની મૂર્તિઓ નુ વિસર્જન કરવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ બોખ તથા સાદોલીયા સાબરમતી નદી ખાતે પણ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો પ્રાંતિજ સહિત તાલુકા માં ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમજનતાએ વિશેષપણે ઉજવ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ