fbpx

પ્રાંતિજ ના દલાની મુવાડી ખાતે મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના દલાની મુવાડી ખાતે મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– મારમારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના દલાની મુવાડી ખાતે મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના દલાની મુવાડી ખાતે રહેતા અશોકસિંહ રજુસિંહ ઝાલા ના ધરે ઇન્દ્રસિંહ તથા તેની મમ્મી સજજનબા ના અગાઉ ના ઝધડા બાબતે ચર્ચા કરવા આવતા અશોકસિંહ ઝાલાએ ચર્ચા કરવાની ના પાડી કાઢી મુકેલ તે વખતે ઇન્દ્રસિંહ ના ઓ તેમના કુટુંબ ના માણસો ને બોલાવી લઈ આવી એકસંપ થઈ ગેર કાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ હથિયાર ધારણ કરી અશોકસિંહ રજુસિંહ ઝાલા ને જેમ ફાવે તેમ ગાળો બોલી હુમલો કરી રજુસિંહ ને હાથ ઉપર કુલદીપસિંહ એ તેના હાથમા રહેલ લોખંડ ની પાઇપ મારી ઇજાઓ કરી તથા હરિસિંહ ના ઓ વચ્ચે પડતા તેમના જમણા હાથ પર વિશાલસિંહ નાએ તેના હાથમાની લાકડી મારી ઇજા કરી તેમજ બીજા આરોપીઓએ અશોકસિંહ ઝાલા તથા કિસ્મતસિંહ ને ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેવોની કાર નં-જી.જે ૦૯ બી.એલ ૪૧૭૪ ને પથ્થર તથા લાકડીઓ થી કાર ના કાચ તોડી નાંખી નુકસાન કરી જિલ્લા કલેક્ટર ના જાહેરનામા નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અશોકસિંહ રજુસિંહ ઝાલા રહે.દલાની મુવાડી દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ઇન્દ્રસિંહ જસવંત સિંહ ઝાલા , નવગણસિંહ હરિસિંહ ઝાલા , કુલદીપસિંહ નવગણસિંહ ઝાલા , રવિન્દ્રસિંહ મુકુદસિંહ ઝાલા , વિશાલસિંહ કનુસિંહ ઝાલા , વિશ્વજીતસિંહ કનુસિંહ ઝાલા , યુવરાજસિંહ કનુસિંહ ઝાલા , યશવંતસિંહ કનુસિંહ ઝાલા , કિસ્મતસિંહ તખતસિંહ ઝાલા , વનરાજસિંહ રતન સિંહ ઝાલા તમામે-તમામ રહે દલાની મુવાડી તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૧૮૯(૨) (૪),૧૯૧(૨),૧૧૫ (૨),૩૨૪(૨) , ૩૫૨,૩૫૧(૩) તથા જી.પી.એકટ ની કલમ-૧૩૫ મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!