fbpx

ભાજપના નેતાએ કહ્યું ‘વર્દી ઉતારી દઈશ’… ASIએ પોતે ફાડી નાંખી, જુઓ વીડિયો

Spread the love

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, મ્યુનિસિપલ કાઉન્સિલર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત ઘણા લોકો બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન વોર્ડ-44ના BJPના કાઉન્સિલર પતિ અર્જુન દાસ ગુપ્તા સાથે બોલાચાલી થઈ છે. ASI વિનોદ મિશ્રા ત્યાં જ ઉભા થઈને પોતાનો યુનિફોર્મ ફાડી નાખે છે. જોકે, કાઉન્સિલરના પતિએ આ અંગે SP નિવેદિતા ગુપ્તાને ફરિયાદ કરી હતી. SPએ ASIનો એક કરાર અટકાવ્યો હતો. પરંતુ કાઉન્સિલરના પતિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમગ્ર મામલો નવેમ્બર ડિસેમ્બર 2023 સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર-44 સાથે સંબંધિત છે. ASI વિનોદ મિશ્રાના ઘરની સામે ગટર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર ગટર ખોદીને છોડી દેવામાં આવે છે. જેના કારણે ASIને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. ગટર ન બની શકતા ASIએ ગટરને પુરી દીધી હતી. આ અંગે કાઉન્સિલરના પતિ, મહાનગર પાલિકાના અધિકારીઓ, કાઉન્સિલર અને ASI સ્ટેશન ઈન્ચાર્જ રૂમમાં પહોંચ્યા હતા.

આ ચર્ચા દરમિયાન થયેલી ઉગ્ર વાતચીતમાં કાઉન્સિલર પતિ અર્જુન દાસ ગુપ્તાએ વિનોદ મિશ્રાનો યુનિફોર્મ ઉતારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારપછી તરત જ ASIએ પોતાનો યુનિફોર્મ ઉતારીને ત્યાં ફેંકી દીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગૌરી ગુપ્તા વોર્ડ નંબર 44ની કાઉન્સિલર હોવા છતાં તેમના પતિ અર્જુન દાસ ગુપ્તા દરેક કામમાં દખલ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી હવે કોંગ્રેસ આ મામલે આક્રમક બની છે. પ્રદેશ કોંગ્રેસે ટ્વિટ કરીને BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

MP કોંગ્રેસે ‘X’ પર લખ્યું, ‘આ સત્તાનો ઘમંડ છે…BJPના કાઉન્સિલરની ધાકધમકી જુઓ… એક વર્દીધારી વ્યક્તિએ પોતાનો યુનિફોર્મ ફાડવો પડ્યો!! રાજ્યમાં પોલીસિંગનું સ્તર શૂન્ય પર પહોંચી ગયું છે! ગુનાખોરી અનિયંત્રિત છે, ગુનેગારો નિર્ભય છે અને પોલીસ ક્યારેક લાચાર છે, તો ક્યારેક દબાણમાં છે.’

આ વાયરલ વીડિયો સિંગરૌલીના બૈઢન પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવાય છે, જ્યાં એક પોલીસકર્મી BJPના કાઉન્સિલરના દબાણથી એટલો નારાજ થઈ ગયો કે, તેણે પોતાનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો! એટલે કે CM મોહન યાદવના પ્રભાવમાં ગૃહ વિભાગની હાલત અને દિશા બંને બગડી ગયા છે. જ્યારે પોલીસને જ પોતાનો યુનિફોર્મ ફાડવો પડતો હોય, ત્યારે જનતાને કેવી રીતે ન્યાય મળશે?

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!