IAS ટીના ડાબી અવારનવાર કોઈ ને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહેતા હોય છે. UPSC 2015ના ટોપર રહેલા ટીના ડાબી રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં તેમના કામ માટે જાણીતા છે. હાલમાં, IAS ટીના ડાબીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક મહિલા સરપંચના અંગ્રેજીમાં ભાષણ આપવાથી આશ્ચર્યચકિત જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક મહિલા સરપંચ રાજપૂત પોશાક અને ઘૂંઘટ ઓઢીને સજ્જ થયેલી, એક મંચ પર ઉભા રહીને સભાને સંબોધિત કરતી જોવા મળે છે.
મહિલા સરપંચે સ્ટેજ પરથી જેવું અંગ્રેજીમાં બોલવાનું શરુ કર્યું, તો તેની સાથે તેમનું અસ્ખલિત અંગ્રેજી સાંભળીને ત્યાં ઉપસ્થિત સૌ દંગ રહી ગયા અને આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. ત્યાં સુધી કે ખુદ IAS ટીના ડાબી પણ હસવા લાગ્યા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું. આ સાંભળીને ત્યાં સભામાં હાજર તમામ લોકોએ જોરથી તાળીઓ પાડીને તે મહિલા સરપંચનું સન્માન કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દરેક તેના વખાણ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, તે મહિલા સરપંચ સોનુ કંવર છે, જેણે રાજસ્થાનના બાડમેરમાં આશ્ચર્યજનક ભાષણ આપ્યું હતું. આ સરપંચનું અંગ્રેજીમાં આપેલું ભાષણ અનેક લોકોને પ્રેરણા આપે તેવું છે.
મહિલા સરપંચે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કહ્યું, ‘હું આ દિવસનો સહભાગી બનીને ખુશ છું. સૌ પ્રથમ તો હું અમારા કલેક્ટર, ટીના મેડમનું સ્વાગત કરું છું.’
અહીં તમને જણાવી દઈએ કે, IAS ટીના ડાબીની તાજેતરમાં જ બાડમેરમાં કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. તેઓ અગાઉ જેસલમેરના જિલ્લા કલેક્ટર હતા. જ્યારે તેમના પતિ IAS પ્રદીપ ગાવંડેને જાલોરના જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે બાડમેરથી લગભગ 150 Km દૂર છે. IAS ટીના ડાબી એક હાઈ-પ્રોફાઈલ બ્યુરોક્રેટ છે, જેમના પાર્ટનર IAS ઓફિસર પ્રદીપ ગાવંડે સાથેના લગ્ન ગયા વર્ષે હેડલાઈન્સમાં આવ્યા હતા. IAS અધિકારી ટીના ડાબી 2015માં પ્રસિદ્ધિના શિખરે ત્યારે પહોંચ્યા જ્યારે તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું હતું.