fbpx

કેજરીવાલને જામીન અપાવનાર અભિષેક મનુ સિંઘવી જાણો, એક કેસના કેટલા રૂપિયા લે છે?

Spread the love

અભિષેક મનુ સિંઘવીની દલીલોને કારણે થોડા મહિના પહેલા અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા હતા. તે દરમિયાન કેજરીવાલે લોકસભા ચૂંટણીમાં પણ પ્રચાર કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને CBI સાથે જોડાયેલા કેસમાં જામીન આપ્યા છે. જો કે કેજરીવાલને અમૂક શરતો સાથે સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળ્યા છે. કેજરીવાલને મળેલા જામીનની સાથે તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીની ખૂબ ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી મનીષ સિસોદિયા અને કે. કવિતાના વકીલ પણ હતા. અને તેમની દલીલોના કારણે શરાબ નીતિના કેસમાં આ બંનેને ગયા મહિને જામીન મળ્યા હતા.

કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવા અને જેલ બહાર આવવામાં વકીલ અભિષેક મનુ સિંઘવીનો ખૂબ મોટો રોલ છે. આજે અમે તમને જણાવીશું કે કેજરીવાલને જામીન અપાવનાર વકીલ અભિષેક મનુ સિંઘવી કોણ છે?

કોણ છે અભિષેક મનુ સિંઘવી?

અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ વકીલ છે. તેમનો જન્મ 24 ફેબ્રુઆરી,1959ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમણે દિલ્હીની સેન્ટ કોલંબા સ્કુલમાંથી સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા બાદ, દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી.

વિપક્ષની પ્રથમ પસંદ છે અભિષેક મનુ સિંઘવી

વર્તમાન સમયમાં અભિષેક મનુ સંઘવી વિપક્ષના સૌથી માનીતા વકીલોમાંથી એક છે. મોટાભાગના વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટમાં તેના કોઈપણ કેસની સુનાવણી માટે અભિષેક મનુ સિંઘવીનો સંપર્ક કરે છે.   

કેજરીવાલની પહેલા મનીષ સિસોદિયાને પણ જામીન અપાવી ચુક્યા છે સિંઘવી

અભિષેક મનુ સિંઘવીની દલીલોને માનતા સુપ્રીમ કોર્ટે 9 ઓગસ્ટે શરાબ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. હવે આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને પણ જામીન આપ્યા છે. કહેવાય છે કે આ વખતે કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીની દલીલો સામે CBIના વકીલની એકપણ દલીલ ચાલી નહીં. તમને જણાવી દઈએ કે ટ્રાયલ કોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી અરવિંદ કેજરીવાલની વકાલત અભિષેક મનુ સિંઘવીએ કરી હતી. કોર્ટે થોડા મહિનાઓ પહેલા અભિષેક મનુ સિંઘવીની દલીલોને કારણે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.

મનીષ સિસોદિયાએ પણ કર્યા હતા અભિષેક મનુ સિંઘવીના વખાણ

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલની બહાર આવતાની સાથે જ અભિષેક મનુ સિંઘવીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં ડોક્ટર અને કોર્ટમાં વકીલ ભગવાન સમાન છે. હું આજે તમારી વચ્ચે ભાષણ આપી રહ્યો છું તેની પાછળનું સૌથી મોટું કારણ છે અભિષેક મનુ સિંઘવી. તેમની દલીલોને કારણે જ મને જામીન મળ્યા અને જેલની બહાર આવી શક્યો છું.

તમને જાણીને નવાઈ લાગશે કે અભિષેક મનુ સિંઘવી એક સુનાવણી માટે વકાલત કરવાની 6થી 11 લાખ રૂપિયા ફી લે છે. હાઇએસ્ટ પેઇડ લોયરમાં તેઓ દેશના ટોપ-10 વકીલોમાં આવે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!