કોરોના વાયરસ બાદ વિદેશ જઇને અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે હાલના સમયમાં 12 લાખ ભારતીય વિદ્યાર્થી વિદેશમાં ભણે છે. 2023માં, રોજ સરેરાશ 2055 વિદ્યાર્થી વિદેશ જઇ રહ્યા છે. એ સિલસિલો અત્યારે પણ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. આ વર્ષે જર્મની જઇને અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યાએ પાછલા રેકોર્ડને તોડી દીધો છે. આ બાબતે ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પણ પાછળ છોડી દીધું છે.
જર્મની એકેડમિક એક્સચેન્જ સર્વિસના ડોયચર એકેડેમિસચાર ઓસ્ટોશાડિએનસ્ટ (DAAD) મુજબ, આ વર્ષે અભ્યાસ કરવા જર્મની ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 49,483 સૌથી વધુ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15.1 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. મીડિયા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં DAAD દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં આ સંખ્યા બેગણી થઇ ગઇ છે. ભારતીય વિદ્યાર્થી હવે સતત બીજા વર્ષે જર્મનીમાં સૌથી મોટું ઇન્ટરનેશનલ ગ્રુપ બની ગયા છે.
વર્ષ 2018-19માં 20,810 ભારતીય વિદ્યાર્થી જર્મનીની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. વર્ષ 2019-20માં સંખ્યા વધીને 25,000ને પાર નીકળી ગઇ હતી. કોરોના મહામારી દરમિયાન પણ જર્મની જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઇ ઘટાડો નોંધાયો નહોતો. વર્ષ 2020-21માં તેની સંખ્યા લગભગ 29000, વર્ષ 2021-22માં 35000, વર્ષ 2022-23માં લગભગ 43000 (42,997) સુધી પહોંચી ગઇ હતી. આ વર્ષે વિન્ટર સેમેસ્ટર 2024-25 માટે આ સંખ્યા 50 હજારની (49,483) નજીક પહોંચી ગઇ છે.
જો જર્મનીની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બીજા દેશોના વિદ્યાર્થીઓની તુલના કરીએ તો આ મામલે ચીનને પાછળ છોડી દીધું છે. ગયા વર્ષે ચીની વિદ્યાર્થીઓની સંખ્યા 39,137 હતી (ભારતીય 42,997), ત્યારબાદ સીરિયા (15,563), ઑસ્ટ્રિયા (14,762) અને તુર્કી (14,732) ક્રમશઃ ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે. DAAD દ્વારા શેર કરવામાં આવેલા જર્મનીના સંઘીય સાંખ્યિકી કાર્યાલયના આંકડાઓ મુજબ 60 ટકા વિદ્યાર્થી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં છે. વિષયવાર નામાંકન મુજબ, જર્મનીમાં 21 ટકા ભારતીય વિદ્યાર્થી લૉ, મેનેજમેન્ટ અને સોશિયલ સ્ટડીઝનો અભ્યાસ કરી રહ્યા છે. 13 ટકા મેથ્સ અને નેચરલ સાયન્સમાં છે અને 5 ટકા અન્યએ પાઠ્યક્રમોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ભારતીય વિદ્યાર્થીઓને કેમ ભાવી રહ્યું છે જર્મની?
જર્મનીમાં ઘણી યુનિવર્સિટીઓની વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ગણતરી થયા છે. ત્યાં શિક્ષણ પ્રણાલી વ્યવારિક જ્ઞાન પર વધુ ધ્યાન આપે છે. જેનાથી વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરી શકાય છે. જર્મનીમાં શોધના ઘણા અવસર છે, જેનાથી વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં નવીનતમ વિકાસ બાબતે જાણી શકે છે. DAAD ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ માટે ઘણા પ્રકારની સ્કોલરશિપ આપે છે. એક્સચેન્જ સર્વિસ અને ભારત વચ્ચે વિદ્વાનો, 2 તરફ જવા જનાર આવાગમનને પ્રોત્સાહિત કરે છે, જેનાથી બંને દેશો વચ્ચે અકાદમીક અદાન-પ્રદાન અને સહયોગને પ્રોત્સાહન મળે.