fbpx

‘4 લક્ઝરી કાર, કરોડોનું ઘર..’, જાણો વિનેશ ફોગાટ પાસે કેટલી છે સંપત્તિ

Spread the love

30 વર્ષીય વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટી તરફથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડવા જઇ રહી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જુલાના સીટ પરથી પૂર્વ ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને ઉતારી છે. વિનેશ ફોગાટે બુધવારે કોંગ્રેસની ટિકિટ પર પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ચૂંટણી એફિડેવિટમાં વિનેશ ફોગાટે પોતાની ચલ અને અચલ સંપત્તિનું વિવરણ આપ્યું હતું. નામાંકનમાં આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, પૂર્વ ભારતીય પહેલવાન અને વર્તમાનમાં કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની કુલ વાર્ષિક આવક વર્ષ 2023-24 માટે 13 લાખ 85 હજાર 152 રૂપિયા છે.

તો વિનેશ ફોગાટના પતિ સોમવીર રાઠીની વાર્ષિક આવક 3 લાખ 44 હજાર 220 રૂપિયા છે. વિનેશ ફેમિલી પાસે કુલ રોકડ 2 લાખ 10 હજાર રૂપિયા છે. એ સિવાય વિનેશ ફોગાટનું એક્સિસ બેન્ક, SBI અને ICICI બેંકમાં અકાઉન્ટ છે. જેમાં લગભગ 40 લાખ રૂપિયા ડિપોઝિટ છે, જ્યારે તેના પતિ પાસે 2 બેન્ક અને એક બેંકમાં 48,000 રૂપિયાની FD છે. વિનેશ ફોગાટે શેર બજારમાં એક પણ રૂપિયાનું રોકાણ કર્યું નથી, પરંતુ તેના પતિએ શેર બજારમાં ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે.

વિનેશ ફોગાટના પતિ સોમવીર રાઠીએ કુલ 6 કંપનીઓમાં 19 લાખ 7 હજાર રૂપિયા કરતા વધુનું રોકાણ કરી રાખ્યું છે. વિનેશ ફોગાટે 1.50 લાખ પ્રીમિયમનું ઇન્શ્યોરન્સ પણ કરાવી રાખ્યું છે. તો તેના પતિ પાસે 14 લાખ 59 હજારની પ્રીમિયમ વેલ્યૂવાળી પોલિસી છે. કારની વાત કરીએ તો તેની પાસે 4 લક્ઝરી ગાડીઓ છે, જ્યારે તેના પતિ પાસે એક લક્ઝરી કાર છે. ચૂંટણી એફિડેવિટ મુજબ આ લક્ઝરી ગાડીઓની કિંમત 1 કરોડ 23 લાખ રૂપિયા છે. વિનેશ ફોગાટના કાર કલેક્શનની વાત કરીએ તો VolVo XC 60 (કિંમત 35 લાખ રૂપિયા), હ્યુન્ડાઇ ક્રેટા (12.02 લાખ રૂપિયા), ટોયોટા ઇનોવા (કિંમત 17.04 લાખ રૂપિયા) અને TVS જ્યૂપિટર બાઇક (કિંમત 40,220 રૂપિયા) છે. એ સિવાય તેના પતિના નામ પર એક મહિન્દ્રા સ્કૉર્પિયો N (કિંમત 19.57 લાખ રૂપિયા) છે.

વિનેશ ફોગાટ પાસે ચલ સંપત્તિ 1.10 કરોડ રૂપિયાની છે, જ્યારે અચલ સંપત્તિ 1.85 કરોડ રૂપિયા છે. તો તેના પતિ પાસે કુલ ચલ અને અચલ સંપત્તિ 57.35 લાખ રૂપિયા છે. 31 ડિસેમ્બર 2019ના રોજ વિનેશ ફોગાટે 1 કરોડ 85 લાખ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી, જેની માર્કેટ વેલ્યૂ હવે 2 કરોડ રૂપિયા થઇ ચૂકી છે. વિનેશ ફોગાટ અને તેના પતિ પર કાર લોન છે. વિનેશ ફોગાટના નામે 13.61 લાખ રૂપિયાની કાર લોન છે. જ્યારે તેના પતિ ઉપર 19.32 લાખ રૂપિયાનું દેવું છે. તો સોનાની વાત કરીએ તો વિનેશ ફોગાટ પાસે 35 ગ્રામ સોનું અને 50 ગ્રામ ચાંદી છે. એ સિવાય તેના પતિ પાસે 28 ગ્રામ સોનું અને 100 ગ્રામ સિલ્વર છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!