fbpx

ટાટાની ‘મધ્યમ વર્ગ’ની દુકાન, ન કોઈ જાહેરાત, ન ડિસ્કાઉન્ટ, છતા 7000 કરોડની કમાણી

Spread the love

જ્યારે પણ ભરોસો અને વિશ્વાસની વાત કરવામાં આવે છે, ત્યારે મનમાં જે પણ કંપનીનું પ્રથમ નામ આવે છે તે છે ટાટા. ટાટાની એક બ્રાન્ડ છે, જે કંપની સોયથી લઈને એરોપ્લેન સુધીની દરેક વસ્તુ બનાવે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ બ્રાન્ડની સૌથી ખાસ વાત એ છે કે, તે ન તો કોઈ ડિસ્કાઉન્ટ આપે છે અને ન તો કંપની તેની જાહેરાત પર કોઈ ખર્ચ કરે છે. આમ છતાં આ બ્રાન્ડના શોરૂમમાં ભારે ભીડ જોવા મળે છે. અહીં એટલી ભીડ હોય છે કે, લોકોને બિલિંગ માટે લાંબી લાઈનોમાં પોતાના વારાની રાહ જોતા ઉભા હોય છે. ટાટાની આ દુકાન મધ્યમ વર્ગની પસંદ છે. આ વાત છે ફેશન અને ગારમેન્ટ બ્રાન્ડ ઝુડિયોની.

અમે વાત કરી રહ્યા છીએ ટાટાના ઝુડિયો વિશે. સારી ગુણવત્તા અને યોગ્ય કિંમતો પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ ટાટા કંપની આજે 7000 કરોડ રૂપિયાની બની ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, જુડિયો એક ફેશન રિટેલ બ્રાન્ડ છે, જે ટાટા ગ્રુપની કંપની Trent.Ltdનો એક ભાગ છે. કંપનીની આવક 12375 કરોડ રૂપિયા છે. જેમાંથી એકલા જુડિયોની આવક 7000 કરોડ રૂપિયા છે. આ ટાટા બ્રાન્ડે માર્કેટિંગને બદલે ગ્રાહકોને સસ્તા ભાવે સારી પ્રોડક્ટ આપીને આ સફળતા હાંસલ કરી છે. જુડિયો, એક ફેશન અને ગારમેન્ટ બ્રાન્ડ જે મધ્યમ વર્ગમાં લોકપ્રિય છે, તે જાહેરાતો પર એક પણ રૂપિયો ખર્ચતી નથી કે તેના ઉત્પાદનો પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી. આમ છતાં તેણે 7000 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી છે.

ખૂબ જ ઓછા સમયમાં ટાટાની આ બ્રાન્ડ લોકોમાં લોકપ્રિય થઈ ગઈ. ટાટાના જુડિયોને મોટી બ્રાન્ડ્સની સ્પર્ધાનો સામનો કરવો પડે છે, પરંતુ તેની અલગ બિઝનેસ વ્યૂહરચનાનાં આધારે કંપનીએ લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. યોગ્ય કિંમત અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપનીએ માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી હાંસલ કરી છે. કંપનીએ મોંઘી જાહેરાતો પર થતો ખર્ચ બચાવીને ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન વધાર્યું છે. આ લોકોના વિશ્વાસની અસર છે કે, દેશના 163 શહેરોમાં તેના 545 સ્ટોર છે. હવે ટાટા જુડિયોનો શોરૂમ દુબઈમાં પણ ખુલ્યો છે.

કંપનીની પોતાની ઇન-હાઉસ ડિઝાઇનિંગ ટીમ છે. જેના કારણે ડિઝાઇન પરનો ખર્ચ ઓછો થાય છે. કંપની પોતાના શોરૂમ એવા સ્થળોએ ખોલે છે જ્યાં લોકોને સરળતાથી પ્રવેશ મળે. કંપનીનું ધ્યાન ડિઝાઈનિંગ તેમજ ફેબ્રિકની ગુણવત્તા પર છે. આ બધાનો ફાયદો કંપનીને મળે છે. કંપની મોટા પાયે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કપડાં, પગરખાં અને વિવિધ એસેસરીઝની ઓછી કિંમતો સાથે, જુડિયો મધ્યમ વર્ગની જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહી છે, જેનો કંપનીને ફાયદો થઈ રહ્યો છે. તે ટાટાની બિઝનેસ વ્યૂહરચનાનું પરિણામ છે કે કંપની ડિસ્કાઉન્ટ વિના અને જાહેરાત વિના પણ સારી આવક ઊભી કરી રહી છે.

હકીકતમાં, કોઈપણ કંપની ડ્રેસ ડિઝાઈન કરવામાં લાખોનો ખર્ચ કરે છે. પ્રસિદ્ધ ડિઝાઇનરોને રાખવામાં આવે છે, પરંતુ જુડિયો આ કરતું નથી. તેની ઇન-હાઉસ ડિઝાઇન ટીમ છે, જેમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટના બાળકોને કામ કરવાની તક મળે છે. જેના કારણે તેની ડિઝાઇનિંગ કોસ્ટ ઘટી જાય છે. આ સિવાય કંપની જથ્થાબંધ મેન્યુફેક્ચરિંગ કરે છે. નવી ડિઝાઇનની સાથે, તે બજારમાં હાલની ડિઝાઇનની નકલ કરીને ઓછો ખર્ચ કરીને નાણાં બચાવે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!