fbpx

‘એક દેશ એક ચૂંટણી એક મોટું ષડયંત્ર’, અખિલેશ યાદવે કેમ આવું કહ્યું?

Spread the love

SP પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અખિલેશે વન નેશન એન્ડ વન ઈલેક્શનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન SP પ્રમુખે BJP સરકાર પર જોરદાર નિશાન પણ સાધ્યું હતું. અખિલેશે કહ્યું કે, શું મહિલા અનામત લાગુ થશે? શું સરકાર તૈયાર છે? તેનો અમલ ક્યારે થશે? વન નેશન, વન ઈલેક્શન રિપોર્ટ 18,626 પાનાનો હતો અને 191 દિવસમાં પૂરો થયો હતો… આ પોતે જ જણાવે છે કે કેવા પ્રકારની ચર્ચાઓ થઈ હશે… આ BJPનો રિપોર્ટ છે જે તૈયાર કરવામાં આવ્યો છે – વન નેશન, વન ઈલેક્શન અને એક ડોનેશન.

એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર BJPના નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું, ‘અખિલેશ યાદવ તેનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે એક દેશ, એક ચૂંટણીથી તેમની પાર્ટીને મોટી અસર થશે. વન નેશન, વન ઇલેક્શન લાગુ થયા પછી તેઓ સાંપ્રદાયિક મુદ્દાઓ ઉઠાવી શકશે નહીં. એકવાર એક રાષ્ટ્ર, એક ચૂંટણી લાગુ થઈ જશે, વિકાસનો એજન્ડા હશે, રાજ્ય અને દેશ…’

આ પહેલા મંગળવારે અખિલેશ યાદવે X પર લખ્યું હતું કે, ‘આની સાથે સાથે મહારાષ્ટ્ર, ઝારખંડ અને UPમાં પણ પેટાચૂંટણી જાહેર કરી દેત. જો ‘એક દેશ, એક ચૂંટણી’ સિદ્ધાંત છે, તો કૃપા કરીને સ્પષ્ટ કરો કે, શું પ્રધાનથી લઈને PM સુધીના તમામ ગામો, નગરો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ એકસાથે યોજવામાં આવશે કે પછી તહેવારો અને હવામાનની અનુકૂળતા મુજબ સરકારની જીત કે હારની વ્યવસ્થા ગોઠવવા તમારી સુવિધા અનુસાર માટે?’

SPના વડાએ કહ્યું કે, જ્યારે BJP કોઈપણ રાજ્યની ચૂંટાયેલી સરકારને પાડી દે, ત્યારે શું આખા દેશની ચૂંટણી ફરીથી યોજવામાં આવશે? જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, તો શું લોકોની ચૂંટાયેલી સરકારને પછી લાવવા માટે આગામી સામાન્ય ચૂંટણી સુધી રાહ જોવી પડશે અથવા સમગ્ર દેશમાં ફરીથી ચૂંટણીઓ થશે? શું આનો અમલ કરવા માટે જે બંધારણીય સુધારા કરવા પડશે તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે પછી આ પણ માત્ર મહિલા અનામતની જેમ ભવિષ્યમાં કોઈ એક ખૂણામાં નાંખી દેવા માટેનું ફક્ત એક બહાનું છે?

અખિલેશ યાદવે પૂછ્યું કે, શું આ યોજના ચૂંટણીનું ખાનગીકરણ કરીને પરિણામો બદલવાની તો નથી ને? આવી આશંકા એટલા માટે ઊભી થઈ રહી છે, કારણ કે આવતીકાલે સરકાર કહેશે કે તેની પાસે આટલા મોટા પાયા પર ચૂંટણી કરાવવા માટે માનવીય અને અન્ય જરૂરી સંસાધનો નથી, તેથી જ અમે (અમારા લોકોને) ચૂંટણી કરાવવાનું કામ પણ કોન્ટ્રાક્ટ પર આપી રહ્યા છીએ. જનતાનું સૂચન છે કે, BJPએ પહેલા પોતાની પાર્ટીની અંદર જિલ્લા, શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આવી ચૂંટણીઓ એકસાથે કરાવવી જોઈએ અને પછી સમગ્ર દેશની વાત કરવી જોઈએ.

SPના વડાએ કટાક્ષ કરતા કહ્યું કે, જનતા એ પણ પૂછે છે કે, હજુ સુધી તમારા પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કેમ નથી થઈ રહી, જ્યારે સાંભળવા મળે છે કે ત્યાં તો ‘એક વ્યક્તિ, એક અભિપ્રાય’ ચાલી રહ્યું છે. ક્યાંક નબળી પડી ગયેલી આ BJPમાં ‘બે વ્યક્તિ, બે મત’નો તો કોઈ સંઘર્ષ નથી ને.

આ પહેલા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં STFની પોસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે ‘સરેઆમ ઠોકો ફોર્સ’માં તૈનાત લોકોના આંકડા દર્શાવે છે કે, આ કહેવાતી ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’ (વિકાબ) કેટલાક શક્તિશાળી અને આશીર્વાદિત લોકોની ‘વ્યક્તિગત ફોર્સ’ બની ગઈ છે. જેઓ વસ્તીના 10 ટકા છે, તેમની 90 ટકા ભર્તી અને જેઓ વસ્તીના 90 ટકા છે, તેમની 10 ટકા ભર્તી. આનો અર્થ એ છે કે, આ બળના ઉપયોગ માટે કોઈ ચોક્કસ હેતુ છે, જેના કારણે આવી તૈનાત કરવામાં આવી છે. ‘વિકાબ’ વિશે આ રીતે પણ કહી શકાય: શક્તિશાળી દ્વારા, શક્તિશાળીના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે પરંતુ નબળાની સામે.

SP ચીફે આગળ લખ્યું હતું કે, તે જોવામાં આવશે કે આ ડેટા બહાર આવતાની સાથે જ ચહેરાને બચાવવા માટે વહીવટી સ્તરે કોસ્મેટિક ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવશે અને કેટલાક ઉપેક્ષિત લોકોને કોસ્મેટિક પોસ્ટિંગ આપવામાં તો આવશે પરંતુ ‘કોઈ વિશેષ કાર્ય પરિપૂર્ણતા’ના સમયે, કોઈપણ બહાનું બનાવીને તેને સાથે લેવામાં આવશે નહીં. ‘વિકાબ’ ધરાવતા લોકો વિકાસ કેવી રીતે કરી શકે છે? ‘વિકાબ’ ઉત્તર પ્રદેશ માટે એક વિકાર જેવું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!