fbpx

AM/NS Indiaએ વૃક્ષારોપણ માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે MOU કર્યાં

Spread the love

હજીરા-સુરત, સપ્ટેમ્બર 19, 2024: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હજીરા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સપ્ટેમ્બર 16, 2024ના રોજ વિશ્વ ઓઝોન દિવસના અવસરે હસ્તાક્ષર કરાયેલા આ એમઓયુનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સ્થિરતા, જાળવણી અને સામુદાયિક જોડાણમાં યોગદાન આપવાનો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), સુરતના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝાની હાજરીમાં ડો. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરા અને રમેશ ડાંગરિયા, ડિરેક્ટર, સદ્દભાવના સેવા ફાઉન્ડેશનએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં AM/NS Indiaની CSR અને પર્યાવરણ વિભાગની ટીમો અને GPCBના અધિકારીઓએ હાજરી આપી હતી.

આ એમઓયુ અંગે ડૉ. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા(AM/NS India), હજીરાએ જણાવ્યું હતું કે, “આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયોમાં પર્યાવરણીય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગરૂકતા પેદા કરવાનો તેમજ સ્થાનિક પ્રદેશમાં મહત્વપૂર્ણ વૃક્ષોના આવરણને પુનઃસ્થાપિત કરવાનો છે. અમે GPCB સાથે મળીને અમારી CSR પહેલના ભાગરૂપે વિવિધ પર્યાવરણીય સંરક્ષણ પગલાં અમલમાં મૂક્યા છે અને આ પ્રયાસો માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ વૃક્ષારોપણ પ્રોજેકટ પર્યાવરણ સુરક્ષા તરફનું એક આવશ્યક પગલું છે. વૃક્ષો વાવવા એ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની એક અર્થપૂર્ણ રીત છે, જેનાથી માત્ર આપણને જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ ફાયદો થાય છે.”

હજીરામાં વૃક્ષોના આવરણને વધારવામાં મદદ માટે GPCBની વિનંતીને પગલે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. GPCBના ચેરમેને સમગ્ર રાજ્યમાં સમાન વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ માટે વ્યાપક વિઝનની રૂપરેખા તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે GPCB સાથે સંકળાયેલા સદ્દભાવના સેવા ફાઉન્ડેશન વૃક્ષારોપણ હાથ ધરશે અને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોની દેખરેખ અને જાળવણી માટે જવાબદાર રહેશે.

મુકેશભાઈ પટેલ, MOS વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધનો અને પાણી પુરવઠા, ગુજરાત સરકારે પણ આ પહેલ માટે તેમનો ટેકો આપ્યો છે તથા સદ્દભાવના ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા મેગા વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવાનું આહ્વાન કર્યું છે. આ એમઓયુ, AM/NS Indiaના પર્યાવરણીય સંરક્ષણ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના સતત કાર્યરત પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્ન છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!