fbpx

23 વર્ષ બાદ રાજ બાસિરાનું સ્વપ્ન થયું સાકાર, ‘સતરંગી રે’ 20 સપ્ટેમ્બરે રીલિઝ

Spread the love

20 સપ્ટેમ્બરે રીલીઝ થતી ગુજરાતી ફિલ્મ સતરંગી રે બનવાની કહાણી ભાવનગરના નાનકડા ગામથી શરૂ થાય છે. રાજેશ કુમાર ગાંગાણીએ 23 વર્ષ સુધી સંઘર્ષ કરીને પોતાનું સપનું પુરૂં કર્યું.

નામ – રાજેશ કુમાર મનજીભાઇ ગાંગાણી, પ્યાર કા નામ – રાજબાસિરા, જન્મ – જિલા- ભાવનગર, તાલુકા- સિહોર, ગામ- બેકડી ગામ, દિન – 5 જુલાઇ 1981. આ ઓળખાણ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથના ડાયલોગ જેવી લાગે છે. પરંતુ જે વ્યક્તિ છે તેણે પણ એક ફિલ્મ બનાવવા માટે જાણે અગ્નિપથ પર ચાલવું પડ્યું છે. સતત 23 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી અંતે હવે- સંતરંગી રે નામનું ગુજરાતી મૂવી 20 સપ્ટેમ્બરે રીલીઝ કરવા જઇ રહ્યા છે.

રાજેશ કુમાર ગાંગાણી ઉર્ફે રાજબાસિરાનું મૂળ ગામ હબુકવડ છે જે ભાવનગરના જ તળાજા તાલુકામાં આવેલું છે. અહીં બાળપણ વીત્યુ અને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ગામ એટલું નાનું કે પ્રાથમિક શાળા પછી ધો. 10 સુધી બાજુના ગામ ટીમાણામાં અભ્યાસ કરવા જવું પડ્યું. પછી પરિસ્થિતિ એવી હતી કે 1997માં હીરાના કામકાજ માટે મુંબઇ જવું પડ્યું. 2 થી 3 વર્ષ હીરામાં કામ કર્યું. મુંબઇમાં રહીને લાગ્યું કે હું તો ફિલ્મ લાઇન માટે બન્યો છું. પછી 2001માં ફિલ્મલાઇનમાં આવી ગયો. ફિલ્મો અને સિરિયલોમાં નાના મોટા રોલ કરતો રહ્યો. અનિલ કપૂરની જાણીતી ફિલ્મ નાયકમાં પણ રોલ મળ્યો પરંતુ ફિલ્મ લાંબી થતી હોવાથી તે કમનસીબે કાઢી નાંખવામાં આવ્યો. પછી- કભી દીયા જલે, કહીં જિયા- નામની સિરિયલમાં કામ કર્યું. વર્ષ 2004 પછી અંગત કારણોસર સુરત આવવું પડ્યું. ત્યાં ટેક્સટાઇલ અને જમીનના ધંધામાં કામ શરૂ કર્યું. ત્યાં 10 વર્ષ કામ કર્યું. પણ મનમાં તો મુંબઇ જ રમતું હતું. એટલે 2014માં ફરી મુંબઇ આવી ગયા. હવે તો મન મક્કમ કરીને મુંબઇમાં અંધેરીમાં ઓફિસ ખોલી. ગોલટચ એન્ટરટેનમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. પછી, મેં એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બે ગુજરાતી ફિલ્મો લીડ કેરેક્ટર તરીકે કરી જે હજુ રીલીઝ નથી થઇ. એક હિંદી ફિલ્મ રામરતન નામની આવી હતી જેમાં કામ કર્યું. આ ઉપરાંત હમે હક ચાહિયે નામની હિંદી ફિલ્મ કરી જે રીઝર્વેશનને લગતી હતી. તે ફિલ્મમાં એક નેગેટિવ કેરેક્ટર કર્યું હતું.

ફરી ભાગ્યનું ચક્કર ફર્યું અને પાછા વર્ષ 2018માં સુરત આવવું પડ્યું. ફરી જમીનના કામ સાથે જોડાયા. પણ મન તો મુંબઇ જ અટકેલું હતું. અંતે ફરી 2022માં મુંબઇ ગયા. જૂનમાં સતરંગી રે મૂવીના મ્યુઝિક અને સ્ટોરી પર કામ શરૂ કર્યું. પછી 23 મે 2023ના દિવસે શૂટિંગ શરૂ કર્યું. એક મહિનામાં શૂટ પતાવીને 6 મહિના પોસ્ટ પ્રોડેક્શન ચાલ્યું. ફાઇનલી હવે 20 સપ્ટેમ્બર 2024ના રોજ સંતરંગી મૂવી રીલીઝ કરી રહ્યા છે. રાજેશ કુમાર ગાંગાણીની લાઇફની સ્ટોરીમાં પણ ઘણા રંગો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે તેઓ પોતાના ફિલ્મમેકિંગના પેશન સાથે સતત 23 વર્ષ સાથે જોડાયેલા રહ્યા અને અંતે ફિલ્મ બનાવી ને જ રહ્યા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!