fbpx

સુરતમાં ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રિનું આયોજન

Spread the love

G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

GO એપેક્સ ગ્રુપના હિરેન કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યું છે. આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે.

વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રિ માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે. ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.

નવરાત્રિ દરમ્યાન દરરોજ 30,000થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના સ્થળના આયોજન અંગે હિરેન કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા. શહેરની વચ્ચો વચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે. દરરોજ 30,000થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં આયોજન નક્કી કરાયું છે. અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમ જ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. સુરત વાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરત વાસીઓ આવો G9 ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રિ ઉત્સવની મજા માણો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!