fbpx

રિટાયર્ડ IASના ઘરે મળ્યા કરોડોના હીરા, માયાવતીની સરકાર સમયે હતો દબદબો

Spread the love

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે મેરઠ સ્થિત શારદા એક્સપોર્ટના માલિક, તેમની સાથે જોડાયેલા લોકો અને તેમની યોજનાઓમાં સાંઠગાંઠ કરનાર સેવાનિવૃત્ત IAS અધિકારીને ત્યાં બુધવારે એક સાથે મોટી છાપેમારી કરવામાં આવી. આ દરમિયાન ટીમે 2 લોકોના ઘરથી 12 કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા છે. આ છાપેમારી ચંડીગઢમાં ઉત્તર પ્રદેશથી સેવાનિવૃત્ત IAS મોહિન્દર સિંહ, મેરઠના કારોબારી આદિત્ય ગુપ્તા સહિત 5 લોકોને ત્યાં કરવામાં આવી હતી.

સિંહના ઘરથી 7 કરોડ રૂપિયાના હીરા અને વેપારીના ઘરથી 5 કરોડ રૂપિયાના હીરા મળી આવ્યા છે. એ સિવાય આ કાર્યવાહીમાં 7 કરોડ રૂપિયાનું સોનું, રોકડ અને ઘણા શંકાસ્પદ દસ્તાવેજ પણ મળ્યા છે. EDની બંને ટીમો બુધવારે બપોરે કાર્યવાહી પૂરી કરીને લખનૌ ફરી ગઈ હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એક ટીમ દિલ્હી જતી રહી. આ બાબતે EDના અધિકારીઓએ વધુ કંઇ ન જણાવ્યું. EDના પદાધિકારીઓ મુજબ શારદા એક્સપોર્ટ ગ્રુપ સાથે જોડાયેલા લોકોના મેરઠ, દિલ્હી, ચંડીગઢ અને ગોવાના આવાસો પર મંગળવારે છાપેમારી કરવામાં આવી હતી.

આ દરમિયાન ઘણા દસ્તાવેજોમાંથી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળી છે. ત્યારબાદ જ EDની બંને ટીમોએ વર્ષ 2011માં નોઇડાના CEO રાહેલા મોહિન્દર સિંહના ચંડીગઢ સ્થિત આવાસ પર બુધવારે સવારે છાપેમારી કરી હતી. આ છાપેમારીની કોઈને જાણ પણ નહોતી થઈ. EDના અધિકારીઓએ જણાવ્યું કે, આ આખી કાર્યવાહીમાં 3 ઘરોમાંથી 7 કરોડ રૂપિયાનું સોનું અને અન્ય ઘરેણાં પણ મળ્યા છે. એ સિવાય કબાટોમાંથી ઘણા એવા દસ્તાવેજ પણ મળ્યા છે, જેની બાબતે આ લોકો જવાબ આપી શક્યા નથી.

આ બધા દસ્તાવેજોને પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. EDના અધિકારીઓએ ઘટનાસ્થળ પરથી લેપટોપ અને કમ્પ્યુટર સિવાય 5 મોબાઈલ પણ કબજે કર્યા છે. EDએ મેરઠ સ્થિત શારદા એક્સપોર્ટ સાથે જોડાયેલા વેપારી આશિષ ગુપ્તા અને તેમના ભાઈ આદિત્ય ગુપ્તાના ઘરે છાપેમારી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 5 કરોડ રૂપિયાના હીરા આદિત્યના ઘર પરથી મળ્યા હતા. આ હીરા બાબતે વેપારી સંતોષજનક જવાબ ન આપી શક્યા. EDએ લગભગ 5 કલાક સુધી ઘરના ખૂણે ખૂણા તપાસ્યા.

EDએ શારદા એક્સપોર્ટ કંપનીના સ્થળો પર બુધવારે છાપેમારી કરી હતી. EDએ ચંડીગઢમાં રહેતા સેનાનિવૃત્ત IAS મોહિન્દર સિંહના ઘરે છાપેમારી કરીને 7 કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા છે. આ એજ મોહિન્દર સિંહ છે જે નોઇડા ગ્રેટર નોઇડા ઓથોરિટીના CEO અને ચેરમેન રહી ચૂક્યા છે. નોઇડામાં તેમના કાર્યકાળ સાથે જોડાયેલા ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. BSP શાસનકાળમાં તૈનાતી દરમિયાન નોઇડા ગ્રેનો ઓથોરિટીમાં તેમનો દબદબો હતો. મોહિન્દર નોઇડા ગ્રેટર નોઇડા ઓથોરિટીમાં CEO અને ચેરમેન બંને પદો પર રહી ચૂક્યા છે.

સુપરટેકના ટ્વીન ટાવર કેસમાં તેમની વિરુદ્ધ વિજિલેન્સમાં કેસ નોંધાયેલો છે. નોઇડા ગ્રેનોમાં નિયમોને નેવે મૂકીને બિલ્ડરોને ગ્રુપ હાઉસિંગની જમીન ફાળવામાં આવી. દલિત પ્રેરણા સ્થળનું નિર્માણ એ દરમિયાન ચર્ચામાં રહ્યું હતું. કહેવામાં આવે છે રાતના અંધારામાં મોહિન્દર સિંહ કામની પ્રગતિ જોવા સ્થળ પર જતા હતા. શારદા એક્સપોર્ટ ગ્રુપના પ્રોપરાઇટર જીતેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, EDની ટીમ તપાસ કરવા આવી. તપાસમાં પૂરો સહયોગ કર્યો. તપાસ કયા બિંદુઓ પર થઈ, એ તો નહીં બતાવી શકું. મારી કંપની કોઈ પણ ખોટું કામ કરી રહી નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!