fbpx

IPO લઈને આવી રહી છે આ સરકારી કંપની, જાણો કેવી રીતે મળી શકે છે અલોટમેન્ટ

Spread the love

શેર બજારના માધ્યમથી વધુ એક સરકારી કંપની મોટું ફંડ એકત્ર કરવાની તૈયારીમાં છે. તે જલદી જ પોતાનો IPO લઈને આવી રહી છે, જેના માટે તેણે SEBI પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યો છે. કંપનીએ કહ્યું કે, પ્રારંભિક શેરનું વેચાણ પૂરી રીતે નવા ઇશ્યૂ પર હશે, જેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) હેઠળ જાહેર કરવામાં નહીં આવે. કંપની આ IPOથી મળેલા પૈસાઓનો ઉપયોગ લોન ચૂકવવા અને અન્ય કોર્પોરેટ લક્ષ્યો માટે કરશે.

આ સરકારી કંપની NTPCની ગ્રીન એનર્જી શાખા NTPC  ગ્રીન એનર્જી લિમિટેડ છે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડના IPOના માધ્યમથી 10 હજાર કરોડ ભેગા કરશે. જો કોઈ રિટેલ રોકાણકાર NTPC લિમિટેડના શેર રાખે છે તો તેને બોલી માટે ઇશ્યૂ ખૂલવા પર વધુ ફાયદો થઈ શકે છે. તો NTPC ગ્રીન એનર્જી કર્મચારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો રિટેલ ઈન્વેસ્ટર્સ IPOમાં મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કાર શકે છે. જો કે, જો તમારી પાસે NTPCના શેર હોય તો તમે 2 લાખ રૂપિયાની શેરહોલ્ડિંગ કેટેગરી હેઠળ પણ બોલી લગાવી શકે છે. જેથી મહત્તમ લિમિટ 4 લાખ રૂપિયા થઈ જાય છે.

NTPC ગ્રીન એનર્જીના કર્મચારીઓ તેની મૂળ કંપનીમાં શેર રાખે છે તો તેમને વધુ લાભ થઈ શકે છે. એ શેર હોલ્ડર્સ, પાત્ર કર્મચારી અને રિટેલ કેટેગરી હેઠળ બોલીઓ લગાવી શકે છે, જેનાથી કુલ રકમ 6 લાખ રૂપિયા થઈ જશે. એટલું જ નહીં આ IPOનું અલોટમેન્ટ પણ મળવાની સંભાવના વધી જશે. જો કે, એ ધ્યાન આપવું જોઈએ કે કોઈ વ્યક્તિએ NTPCની યુનિટ દ્વારા બજાર નિયામક SEBI પાસે ડ્રાફ્ટ દસ્તાવેજ દાખલ કરવા અગાઉ કંપનીના શેરધારક હોવું જરૂરી છે.

આ ઇશ્યૂ બુક રનિંગ લીડ મેનેજર્સની એક ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, HDFC બેન્ક, IIFL સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ હશે. આ દરમિયાન NTPCના શેર આજે 4.35 ટકા ઉછળીને 413.85 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. અંતમાં શેર 2.45 ટકા વધીને 424 રૂપિયા પર બંધ થયા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધી લગભગ 235 કંપનીઓ 71,000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરી ચૂકી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!