માર્નસ લાબુશેને વન-ડે ક્રિકેટમાં એ કારનામુ કરી દેખાડ્યું, જે 53 વર્ષના ઇતિહાસમાં આજ સુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી પહેલી વન-ડેમાં લાબુશેને ન માત્ર બેટથી, પરંતુ બોલિંગ અને ફિલ્ડિંગથી પણ કમાલ કરી દેખાડી. ઇંગ્લિશ ટીમ વિરુદ્ધ તેણે 61 બૉલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનોની ઇનિંગ રમી હતી. તો બોલિંગમાં તેણે બેન ડકેટની મહત્ત્વપૂર્ણ વિકેટ સાથે કુલ 3 વિકેટ લીધી. એ સિવાય તેણે ફિલ્ડિંગમાં પણ 3 કેચ પકડ્યા.
લાબુશેન એક જ મેચમાં અડધી સદી, 3 વિકેટ હૉલ અને 4 કેચ પકડનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. ઇંગ્લેન્ડે બેન ડકેટની 95 રનોની ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયા સામે 316 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. આ સ્કોરને મહેમાન ટીમે 44 ઓવરમાં 7 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે આ રન ચેઝમાં ટ્રેવીસ હેડ ચમક્યો, જેણે 154 રનોની અણનમ ઇનિંગ રમી. હેડે પોતાની આ ઇનિંગ દરમિયાન 20 ચોગ્ગા અને 5 સિક્સ લગાવ્યા હતા.
ઈંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયાની પહેલી વન-ડેમાં બનેલા રેકોર્ડ:
વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો સંયુક્ત રૂપે ચોથી સૌથી મોટો રન ચેઝ છે. આ અગાઉ 1998માં પાકિસ્તાન વિરુદ્ધ લાહોરમાં ટીમે આ ટારગેટને ચેઝ કર્યો હતો.
359 વર્સિસ ભારત, મોહાલી, 2019
334 વર્સિસ ઈગ્લેન્ડ, સિડની, 2011
330 વર્સિસ દક્ષિણ આફ્રિકા, ગક્બરહા, 2002
316 વર્સિસ પાકિસ્તાન, લાહોર, 1998
316 વર્સિસ ઈંગ્લેન્ડ, નોટિંઘમ, 2024
ઓસ્ટ્રેલિયાની આ વન-ડે ક્રિકેટમાં સતત 13મી જીત છે. તેની સાથે જ તેણે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની 12-12 જીતના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
વન-ડેમાં સતત સૌથી વધુ જીત
21- ઓસ્ટ્રેલિયા (જાન્યુઆરી 2003- મે 2003)
13- શ્રીલંકા (જૂન 2023- સપ્ટેમ્બર 2023)
13- ઓસ્ટ્રેલિયા (ઓક્ટોબર 2023- 2024 ચાલુ)
12 દક્ષિણ આફ્રિકા (ફેબ્રુઆરી 2005 થી ઓક્ટોબર 2005)
12 પાકિસ્તાન (નવેમ્બર 2007 થી જૂન 2008)
12 દક્ષિણ આફ્રિકા (સપ્ટેમ્બર 2016 થી ફેબ્રુઆરી 2017)
ઈંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા વન-ડે ક્રિકેટમાં ટ્રેવીસ હેડ દ્વારા બનાવવામાં આવેલો આ કોઈ પણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ લિસ્ટમાં ટોપ પર શેન વોટસન છે.
161* -શેન વોટસન, મેલબર્ન, 2011
154* ટ્રેવીસ હેડ, નોટિંઘમ , 2024*
152- ટ્રેવીસ હેડ, મેલબર્ન 2022
145- ડીન જોન્સ, બ્રિસ્બેન, 1990
143 શેન વોટસન, સાઉથેમ્પટન, 2013.
હેડે પોતાની 154 રનોની ઇનિંગ દરમિયાન 20 ચોગ્ગા લગાવ્યા, જે કોઈ પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દ્વારા એક વન-ડે મેચમાં લગાવેલા સૌથી વધુ ચોગ્ગાની લિસ્ટમાં ત્રીજા નંબર પર છે
24 ડેવિડ વોર્નર વર્સિસ દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન, 2016
21- ગ્લેન મેક્સવેલ વર્સિસ અફઘાનિસ્તાન, વાનખેડે, 2023
20 ટ્રેવીસ હેડ વર્સિસ ઈંગ્લેન્ડ, નોટિંઘમ 2024*.