આમ આદમી પાર્ટીમાં અનેક સિનિયર અને અનુભવી નેતાઓ હોવા છતા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી સિંહને કેમ પસંદ કર્યા? એવો સવાલ ઘણાના મનમાં છે. આતિશી 2012થી રાજકારણમાં સક્રીય થયા છે અને આમ આદમી પાર્ટીના પાયાના પત્થરોમાંના એક છે. 2019માં આતિશી લોકસભાની ચૂંટણી લડેલા પણ હારી ગયેલા. એ પછી 2020 વિધાનસાભાની ચૂંટણીમાં આતિશી કાલકાજી વિધાનસભામાંથી ચૂંટણી જીત્યા હતા.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને જ્યારે દિલ્હી શરાબ કૌભાંડમાં જેલ જવું પડ્યું ત્યારે આતિશી શિક્ષણ મંત્રી બન્યા હતા અને તેમણે ઘણા મોટા બદલાવ કર્યા. તેમની પાસે PWD, સાંસ્કૃતિક, પર્યટન જેવા મોટા પોર્ટફોલિયો પણ હતા. જ્યારે કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમણે સારી રીતે જવાબદારી સંભાળી અને ભાજપના શામ દામ- દંડ ભેદના બ્રહ્માસ્ત્ર સામે પણ ટકી ગયા. આતિશી એક યુવાન અને શિક્ષિત મહિલા છે.