BCCIને એક મોટી સફળતા મળી છે. તેને એશિયા કપ 2025ની મેજબાની મળી ગઈ છે. ભારતની મેજબાનીમાં છેલ્લો એશિયા કપ 1990-91માં રમાયો હતો. આ પ્રકારે હવે 35 વર્ષ બાદ ભારતમાં આ ટૂર્નામેન્ટ રમાશે. કહેવામાં આવ્યું છે કે આ એશિયા કપ 2025, T20 ફોર્મેટમાં રમાશે. પરંતુ એશિયા કપ 2025માં પાકિસ્તાન પોતાનો પેંચ ફસાવી શકે છે. ગત એશિયા કપ 2023 પાકિસ્તાનની મેજબાનીમાં થવાનો હતો. ત્યારે ભારતીય ટીમના ન જવાન કારણે હાઇબ્રીડ મોડલ હેઠળ શ્રીલંકા સાથે સંયુક્ત મેજબાનીમાં કરાવવામાં આવ્યું હતું.
એવામાં હવે પાકિસ્તાન પણ એશિયા કપ 2025 માટે ભારત આવવાનો ઇનકાર કરી શકે છે. ત્યારે થોડી મુશ્કેલી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ એશિયા કપ 2027 બાંગ્લાદેશની મેજબાનીમાં થશે. આ ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા જાહેર થયેલા ટેન્ડર ડોક્યૂમેન્ટ મુજબ, આગામી બંને પુરુષ એશિયા કપ (ભારત T20, બાંગ્લાદેશ વન-ડે)માં 13-13 મેચ થશે. સાથે જ હાલના દિવસોમાં સીઝનમાં 6-6 ટીમો જ સામેલ થશે. તેમાંથી 5 ટીમો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હશે. છઠ્ઠી ટીમ ક્વાલિફાઇંગ રાઉન્ડથી નક્કી થશે.
મહિલા T20 એશિયા કપ હાલમાં જ રમાયો હતો, જેમાં શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવીને પહેલી વખત ટ્રોફી જીતી હતી. ટેન્ડર ડોક્યૂમેન્ટ મુજબ, આગામી એશિયા કપ 2026માં રમાશે. જો કે, આ ટૂર્નામેન્ટ ક્યાં થશે, તેની મેજબાની કોણ કરશે, હાલમાં તેની જાણકારી મળી શકી નથી. તેમાં કુલ 15 મેચ હશે.
એશિયા કપમાં ભારતીય ટીમનો રહ્યો છે દબદબો:
એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશાં દબદબો રહ્યો છે. ભારતે 8 વખત ટ્રોફી જીતી છે. ભારતે 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018 અને વર્ષ 2023માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ શ્રીલંકાનો નંબર આવે છે, જેણે 6 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008, 2014 અને 2022માં એશિયા કપ જીત્યો હતો. પાકિસ્તાનની ટીમ માત્ર 2 વખત (વર્ષ 2000 અને વર્ષ 2012) ટ્રોફી જીતી શકી છે.