fbpx

આ ગવર્નરે તેની અંદર કામ કરતા 58 કર્મચારી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યા, થઈ આ સજા

Spread the love

ચીનમાં એક મહિલા અધિકારીને ગેરવર્તણૂકના આરોપમાં 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે જ 10 લાખ યુઆન (અંદાજે 1.18 કરોડ રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ચીનમાં એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ઝોંગ યાંગ ગુઇઝોઉના કિયાનાન પ્રાંતના ગવર્નર રહી ચૂક્યા છે. તેમણે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. ખાસ વાત એ છે કે, તેમની સુંદરતાના કારણે આજે પણ લોકો તેમને ‘સુંદર ગવર્નર’ કહીને બોલાવે છે. ઝોંગ યાંગ ગુઇઝોઉ પર 58 પુરૂષ સાથીદારો સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને લગભગ 60 મિલિયન યુઆન (71,02,80,719 રૂપિયા)ની લાંચ લેવાનો આરોપ હતો.

ઝોંગ યાંગ ગુઇઝોઉ હવે 52 વર્ષના થઇ ચુક્યા છે. 22 વર્ષની ઉંમરે, તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)માં ડેપ્યુટીના હોદ્દા પર પહોંચ્યા. અહેવાલો અનુસાર, તેમણે ફળ અને કૃષિ સંગઠન શરૂ કરવા માટે સખત મહેનત કરી. આ દ્વારા ખેડૂતો અને જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ માટે નાણાં ખર્ચ કરવામાં આવતા હતા. આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ઝોંગ યાંગ ગુઇઝોઉ રેડિયો અને ટેલિવિઝન દ્વારા ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી. ઝોંગ યાંગ ગુઇઝોઉએ મોટા પાયે લાંચ લીધી હોવાનો આરોપ હતો. તેના બદલામાં તેમણે સરકારી રોકાણના નામે મનસ્વી કંપનીઓને આકર્ષક સોદાઓ આપ્યા હતા.

ઝોંગ યાંગ ગુઇઝોઉએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું, ‘મેં કરેલો ભ્રષ્ટાચાર મારી એ ગેરસમજમાંથી આવ્યો કે, મને રાજકીય મુદ્દાઓને હેન્ડલ કરવામાં મદદ કરવા માટે થોડાક વિશ્વાસુ ઉદ્યોગપતિઓને વિકસાવવાની જરૂર છે.’

ડોક્યુમેન્ટરીમાં એક ખાનગી બિઝનેસ માલિકે દાવો કર્યો હતો કે, ઝોંગ યાંગે એવી કંપનીઓની અવગણના કરી હતી જેની સાથે તેના અંગત સંબંધો ન હતા. 2023માં, ગુઇઝોઉ પ્રાંતીય શિસ્ત નિરીક્ષણ અને દેખરેખ સમિતિએ અહેવાલ આપ્યો કે, ઝોંગ પર કાયદાકીય ઉલ્લંઘનની શંકા હતી. તેનાથી વધુ, તેમની પર 58 પુરૂષ જુનિયર સાથીદારો સાથે અફેર હોવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે, તેમાંથી કેટલાક લાભ મેળવવા માટે તેમના પ્રેમી બની ગયા હતા, જ્યારે કેટલાકને આવું કરવાની ફરજ પડી હતી. ઝોંગ યાંગ ઓવરટાઇમ કામ કરવા અને બિઝનેસ ટ્રિપ પર જવાના બહાના હેઠળ તેમના પ્રેમીઓ સાથે ઘણો સમય વિતાવતા હતા. મામલો સામે આવતાં જ ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે સમજીએ કે, તેમણે એવા ઉદ્યોગપતિ માટે 170,000 ચોરસ મીટર જમીનને હાઇ-ટેક ઔદ્યોગિક વસાહતમાં વિકસાવવાની મંજૂરી આપી હતી, જેની સાથે તેમના ગાઢ સંબંધો હતા. ઉદ્યોગપતિએ પાછળથી જમીનને રિયલ એસ્ટેટના વિકાસ માટે રૂપાંતરિત કરી, જેમાંથી ઝોંગને નોંધપાત્ર નફો થયો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!