fbpx

PM મોદીની US વિઝિટ આ વખતે પહેલા જેવી નહીં હોય

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ અમેરિકાના પ્રવાસે છે. 21થી સપ્ટેમ્બર તેમના જુદા જુદા કાર્યક્રમો છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે એ રીતે PM મોદીનો પ્રવાસ મહત્ત્વનનો છે, પરંતુ જાણકારોનું માનવું છે કે,PM મોદીની US વિઝિટ આ વખતે પહેલા જેવી નહીં હોય

પ્રધાનમંત્રી મોદી અત્યાર સુધી 8 વખત અમેરિકાના પ્રવાસે જઇ આવ્યા છે અને આ વખતે તેમનો 9મો પ્રવાસ છે. આ પહેલા PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કરતા હતા, પરંતુ આ વખતે ટ્રમ્પની સામે ઇન્ડિયન મૂળના કમલા હેરિસ મેદાનમાં છે ત્યારે PM કોને સપોર્ટ કરે છે તેની પર આખી દુનિયાની નજર રહેશે. બીજું કે, પહેલાં ભારતમાં PMની બહુમતી હોવાને કારણે તેમનું અમેરિકામાં ભારે વજન પડતું હતું, પરંતુ આ વખતે ગઠબંધનની સરકાર હોવાને કારણે પહેલા જેવો પ્રભાવ નહી રહે. ત્રીજુ કારણ એ છે કે, રાહુલ ગાંધી પહેલા એક સાંસદ તરીકે અમેરિકા જતા હતા, પરંતુ આ વખતે તેઓ વિપક્ષના 200 કરતા વધારે સાસંદોના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયા હતા અને તેમનું વર્ચસ્વ હવે અમેરિકામાં વધ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!