fbpx

107 રૂપિયાનો આ શેર રૂ. 1 પર આવ્યો, હવે સતત અપર સર્કિટ

Spread the love

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની તમામ કંપનીઓના શેર છેલ્લા કેટલાક સમયથી કમાલ કરી રહ્યા છે. તેમાં રિલાયન્સ પાવરથી લઈને રિલાયન્સ ઇન્ફ્રા સુધીનો સમાવેશ થાય છે, પરંતુ અહી આપણે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરની, જેમાં સતત 4 દિવસથી અપર સર્કિટ લાગી રહ્યું છે. સોમવારે શેર માર્કેટ ખૂલવાની સાથે જ તેમાં ફરીથી અપર સર્કિટ લાગી ગયું. અનિલ અંબાણીનો આ સ્ટોક 7 વર્ષથી 20 સપ્ટેમ્બર 2017ના રોજ 107 રૂપિયા પર હતા, પરંતુ એપ્રિલ 2020 સુધી એ તૂટતા 1 રૂપિયાથી પણ નીચે પહોંચી ગયા હતા. આ શેરે છેલ્લા 5 દિવસમાં જ 21 ટકાનું રિટર્ન આપી દીધું છે.

3 એપ્રિલ 2020ના રોજ તેનો ભાવ માત્ર 75 પૈસા હતા. હવે આ શેર ફરીથી ગતિ પકડતા નજરે પડી રહ્યા છે અને તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 4 દિવસોથી અનિલ અંબાણીના આ શેરમાં સતત અપર સર્કિટ લાગી રહ્યું છે. 107 રૂપિયાથી 1 રૂપિયાની નીચે આવ્યા બાદ રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરે ફરીથી ગતિ પકડી અને સોમવારે શેર બજારમાં કારોબાર શરૂ થવા સાથે અનિલ અંબાણીની આ કંપનીના શેર પણ જોરદાર ઉછાળ સાથે ઓપન થયા. આ સ્ટોક 4.79 ટકાના અપર સર્કિટ સાથે 4.59 રૂપિયા પર ઓપન થયા.

તેની સાથે જ કંપનીનું માર્કેટ કેપ પણ વધીને 222.64 કરોડ રૂપિયા થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટોકનું 52 વીક હાઇલેવલ 5.80 રૂપિયા છે. અનિલ અંબાણીની આ કંપનીના શેર ભલે છટકું હોય, પરંતુ તેને રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં જ સ્ટોકે પોતાના રોકાણકારોની રકમ વધારીને અઢી ગણી કરી દીધી છે. એક વર્ષ અગાઉ 25 સપ્ટેમ્બર 2023ના રોજ આ સ્ટોકની કિંમત 1.85 રૂપિયા હતી અને હવે એ 4.59 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

આ હિસાબે જોઈએ તો રિલાયન્સ હોમ ફાઇનાન્સ શેરે 148 ટકાથી વધનું રિટર્ન આપ્યું છે. એટલું જ નહીં છેલ્લા 5 દિવસોમાં જ આ શેર 19.22 ટકા સુધી ઉછળી ગયા છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં પબ્લિક શેર હોલ્ડિંગ 99 ટકાથી વધુ છે, જ્યારે તેના પ્રમોટર રહેલા અનિલ અંબાણીની હિસ્સેદારી 1 ટકાથી પણ ઓછી છે. તો દેશની સૌથી મોટી વીમા કંપની LICએ આ કંપનીમાં મોટી હિસ્સેદારી ખરીદી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ LIC પાસે તેના 74 લાખથી પણ વધુ શેર છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!