fbpx

બીફવાળા તિરૂપતિના લાડુ વિવાદ વચ્ચે મોટી વાત કહી ગયા આચાર્ય સત્યેન્દ્ર દાસ

Spread the love

અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે શુક્રવારે દેશભરમાં વેચાઈ રહેલા તેલ અને ઘીની શુદ્ધતા પર સવાલ ઉઠાવતા તેની તપાસની માગ કરી હતી. તેમણે તિરૂપતિ પ્રસાદમમાં ભેળસેળ સહિત ઘણા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે પ્રસાદમમાં ભેળસેળવાળાનું ઘીને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કરાર આપ્યો. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, તિરૂપતિ પ્રસાદમમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરવામાં આવી છે. આ એક ઇન્ટરનેશનલ ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. તેની તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, દેશભરમાં દેવી-દેવતાઓને ચઢાવાતા પ્રસાદ પૂજારીઓની દેખરેખમાં હોવા જોઈએ. જે પણ પ્રસાદ મંદિરની દેખરેખમાં આવે છે, એ પૂજારીના માધ્યમથી જ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને વહેચવામાં આવે છે. જ્યાં સુધી તૈયારીની વાત છે તો તેના માટે ઘણા કર્મચારી લગાવવામાં આવે છે કેમ કે એ પ્રસાદ મોટી માત્રામાં બને છે અને તેને વહેચવામાં આવે છે. તેના માટે ઉત્તર પ્રદેશ સરકારે બધાના દસ્તાવેજ જમા કરાવ્યા છે. આ પ્રકારે જે પણ સમસ્યા આવશે, તેનું સમાધાન કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશના ઘણા હિસ્સાઓમાંથી પ્રસાદ આવ્યો હતો. તિરૂપતિમાંથી લાડુ પણ આવ્યા હતા અને હવે ખબર પડી કે પ્રસાદ ખૂબ દૂષિત હતો. તેના પર આચાર્યએ કહ્યું કે, પહેલા કંઇ ખબર નહોતી, હવે ખબર પડી છે તો વિચાર કરવામાં આવશે. આ પ્રકારના ષડયંત્રોને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાને પણ ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર હતું. પહેલા એવી ઘટનાઓ થતી નહોતી, હવે થવા લાગી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય શક્તિઓ આપણાં સનાતન પર હુમલો કરવામાં લાગી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે તેના પર વિચાર કરવો જોઈએ અને તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. શું તિરૂપતિની ઘટના બાદ અયોધ્યા હનુમાનગઢીમાં લાડુ ચઢાવવાની ધાર્મિક પરંપરા બંધ થઈ જશે? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હનુમાનગઢીમાં લાડુ ચઢાવવાની પરંપરા બંધ નહીં થાય. આ પ્રસાદ લાંબા સમયથી ચઢાવવામાં આવે છે. ત્યાં પ્રસાદ ચઢતો રહેશે, પરંતુ પ્રસાદ શુદ્ધ રૂપે લાવવામાં આવશે. તેના માટે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે લાડુમાં કોઈ પણ પ્રકારના દૂષિત પદાર્થની ભેળસેળ ન હોય.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!