ગુજરાતમાં અત્યારે કુલ 33 જિલ્લા છે, પરંતુ ગુજરાત સરકાર વધુ 3 જિલ્લા બનાવી રહી છે. 2013માં નવા 7 જિલ્લા ઉમેરવામાં આવ્યા હતા. 11 વર્ષ પછી ફરી 3 જિલ્લાને ઉમેરવાની વાત સામે આવી છે.
ગુજરાતમાં જે બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાંથી 3 નવા જિલ્લા બનશે.
બનાસકાંઠા, કચ્છ, પાટણમાંથી રાધનપુર અથવા થરાદ જિલ્લો બનશે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનશે અને મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગરને નવો જિલ્લો બનાવાશે. મતલબ કે રાધનપુર અથવા થરાદ, વિરમગામ અને વડનગર એમ 3 નવા જિલ્લા બનશે.
જાણવા મળેલી વિગત મુજબ ગુજરાત સરકાર નવા જિલ્લા માટે નિર્ણય લઇ શકે છે નવા તાલુકાઓની રચના પણ થઇ શકે છે. જેમાં જુનાગઢ સિટી, સૂઇ ગામ, થાનગઢ, ધોલેરા, વીંછિયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી અને જેસરનો સમાવેશ થાય છે.