fbpx

લગ્નના 10મા દિવસે પ્રેમી સાથે દુલ્હન થઇ ફરાર, પોલીસ સ્ટેશનમાં પતિએ પ્રેમી સાથે કરી વિદાઇ

Spread the love
લગ્નના 10મા દિવસે પ્રેમી સાથે દુલ્હન થઇ ફરાર, પોલીસ સ્ટેશનમાં પતિએ પ્રેમી સાથે કરી વિદાઇ

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક નવપરિણીત દુલ્હન લગ્નના માત્ર 10 દિવસ બાદ જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. જોકે, પોલીસે જલદી જ તેને શોધી કાઢી અને બાદમાં પોલીસ સ્ટેશનમાં જ પતિ અને પ્રેમીની ઉપસ્થિતિમાં નિર્ણય થયો કે દુલ્હન હવે તેના પ્રેમી સાથે જ રહેશે. આખો મામલો ચંદૌલી જિલ્લાના મુગલસરાય પોલીસ સ્ટેશન વિસ્તારના સૈદપુરા ગામનો છે, અહીના રહેવાસી શમશેર ચૌહાણના લગ્ન 4 જૂન 2025ના રોજ મવઈ ખુર્દ ગામની રહેવાસી ખુશી સિંહ સાથે થયા હતા.

Bride

લગ્ન બાદ બધું સામાન્ય હતું, પરંતુ 10 દિવસ બાદ 14 જૂનના રોજ ખુશી પોતાના પતિ શમશેર સાથે ખરીદી માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર શૉપિંગ માટે નીકળી હતી. બંને એક રેસ્ટોરાંમાં નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે અચાનક ખુશી તક જોઈને ત્યાંથી ગાયબ થઈ ગઈ. પતિ શમશેરે તેને ખૂબ શોધી, પરંતુ નિષ્ફળ જતા તે મુગલસરાય પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી અને થોડા જ સમયમાં ખુશીને તેના પ્રેમી સોનૂ સાથે શોધી કાઢી. ત્યારબાદ બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં પોલીસે શમશેર, ખુશી અને સોનૂના પરિવારના સભ્યોને પણ બોલાવી લીધા. પોલીસ સ્ટેશનમાં ખુશીએ સ્પષ્ટ કહ્યું કે તે પોતાના પ્રેમી સોનૂ સાથે રહેવા માગે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. જો કે તે પુખ્ત છે, એટલે પોલીસે કાયદાકીય પ્રક્રિયા હેઠળ બધા પક્ષોની સહમતિથી ખુશીને તેના પ્રેમી સાથે મોકલી દીધી.

Bride1

કહેવામાં આવી રહ્યું છે કે, ખુશીનો પોતાના ગામના સોનૂ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ પરિવારના સભ્યોએ તેના લગ્ન શમશેર સાથે નક્કી કરી દીધા હતી. મજબૂરીમાં લગ્ન તો કરી લીધા, પરંતુ તેનું મન હજુ પણ પ્રેમી સોનૂ પર જ હતું. આખરે, લગ્નના 10 દિવસ બાદ, તે શૉપિંગના બહાને ઘરથી નીકળી અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ડેપ્યુટી SP રાજીવ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ખુશીના ગુમ થયાનો રિપોર્ટ મળ્યા બાદ, તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સોનૂ સાથે મળી આવી હતી. ખુશી પુખ્ત વયની છે અને પોતાની મરજીથી સોનૂ સાથે રહેવા માગે છે, પોલીસે બંનેના પરિવારજનોની સહમતિ લઈને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને ખુશીને તેના પ્રેમી સાથે મોકલી દીધી.

error: Content is protected !!