fbpx

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર ટેન્શનમાં આવી ગયેલી પણ મામલો ઉકેલાઈ ગયો; નેતા બોલ્યા- ‘દીકરો ઘણી વખત..’

Spread the love
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર ટેન્શનમાં આવી ગયેલી પણ મામલો ઉકેલાઈ ગયો; નેતા બોલ્યા- ‘દીકરો ઘણી વખત..’

હિમાચલ પ્રદેશની સુક્ખૂ સરકારમાં વરિષ્ઠ મંત્રી ચંદ્ર કુમાર મંત્રીમંડળમાંથી રાજીનામું નહીં આપે. ગઈકાલે રાત્રે તેમના પુત્ર નીરજ ભારતી દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટ બાદ ઉભા થયેલા રાજકીય ધમાસાણ પર હવે ચંદ્ર કુમારે પ્રતિક્રિયા આપી છે. શિમલામાં સચિવાલય પહોંચેલા મંત્રી ચંદ્ર કુમારે સમગ્ર મામલાને લઈને સ્પષ્ટતા આપતા જણાવ્યુ કે, આ વિવાદ કેમ થયો. બીજી તરફ રાજીનામાંવાળી વાત પર કેબિનેટ મંત્રી ચંદ્ર કુમાર હસવા લાગ્યા.

ગુરુવારે, શિમલામાં સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા કેબિનેટ મંત્રી પ્રો. ચંદ્ર કુમારે સ્પષ્ટતા કરી કે આ મામલો ટ્રાન્સફર અને એડજસ્ટમેન્ટ સાથે જોડાયેલો હતો, જે હવે ઉકેલાઈ ગયો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, નીરજ ભારતી (પુત્ર) એક યુવા છે અને ઘણી વખત યુવાનો આવેશમાં કંઈક કહી બેસે છે, પરંતુ તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા નથી. પ્રો. ચંદ્ર કુમારે કહ્યું કે, ગઈકાલે હું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે હતો, અમે એક જ ગાડીમાં આવ્યા હતા. રાજીનામાની કોઈ વાત જ નથી. આ અમારો આંતરિક મામલો છે અને અમે તેને ઉકેલી લીધો છે. ભાજપે તેની ચિંતા કરવાની જરૂરિયાત નથી.  તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં બદલીને વ્યવસાય બનાવી દીધો છે અને તેના પર નિયંત્રણ જરૂરી છે.

મંત્રીએ કહ્યું કે, સરકાર અને સંગઠનમાં ઘણી બધી વાતો થાય છે, પરંતુ અમે બધા સાથે મળીને ઉકેલ શોધીએ છીએ.’ બીજી તરફ, આ નિવેદન સાથે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલોને પણ નજરઅંદાજ કરી દીધા અને સરકારની એકતા અને આંતરિક સંકલનનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રકરણને લઈને રાજનીતિક ગલિયારામાં ચર્ચાઓ જરૂર ગરમ છે, પરંતુ ચંદ્ર કુમારના નિવેદન બાદ સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી 2 હજાર કરોડ રૂપિયાની મંજૂર થવા પર પ્રો. ચંદ્ર કુમારે કહ્યું કે નુકસાન 17 હજાર કરોડથી વધુ છે અને મદદ 2006 કરોડ રૂપિયાની આવી છે. જે ઊંટના મોઢામાં જીરું છે. હવે એ પણ જોવાનું છે કે આ પૈસા કયા હેડમાં આવ્યા છે. કારણ કે ભાજપ વધારી-ચઢાવીને બોલી રહી છે.

નોંધનીય છે કે, ચંદ્ર કુમારના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય નીરજ ભારતીએ મોડી સાંજે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેમના પિતા કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપશે. કારણ કે બધા કામ દલાલોના થઈ રહ્યા છે. તેમણે આ પોસ્ટ ડીલિટ કરી અને બાદમાં બીજી પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે તેમને મુખ્યમંત્રી તરફથી આશ્વાસન મળ્યું છે. પછી ત્રીજી પોસ્ટમાં નીરજ ભારતીએ લખ્યું, કે જો દલાલ નહીં, જો જ્વાલી વિધાનસભા વિસ્તારમાં દલાલોની ઘુસણખોરી બંધ થશે તો ઠીક, નહિતર રાજીનામું આપવામાં આવશે. જોકે, હવે ચંદ્ર કુમારે પોતે બધું સ્પષ્ટ કરી દીધું છે.

error: Content is protected !!