
18.jpg?w=1110&ssl=1)
જ્યારે આપણે 40ની ઉંમર પાર કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં અંદરથી અનેક ફેરફારો થવા લાગે છે. આપણે ઘણીવાર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કે કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ માટે ટેસ્ટ કરાવીએ છીએ, પરંતુ કિડની જેવી મહત્વની અંગની તપાસ ઘણીવાર અવગણીએ છીએ, જે યોગ્ય નથી.
પરંતુ શું તમે જાણો છો કે કિડની કેન્સર એ એવી એક બીમારી છે જે લાંબા સમય સુધી લક્ષણ વિના અંદરખાને વિકસી શકે છે?
કિડની કેન્સરમાં શરુઆતમાં કોઈ જ લક્ષણ દેખાતા નથી. દર્દી આરામથી પોતાના દૈનિક જીવનમાં મશગૂલ હોય છે, અને જ્યારે લક્ષણો દેખાવા લાગે ત્યારે ઘણીવાર સ્થિતિ ગંભીર બની ગઈ હોય છે.
આ કેંસરના લક્ષણોમાં પેશાબમાં લોહી, પીઠમાં સતત દુખાવો, સતતથાક લાગવો, અકારણે વજન ઘટાડી વિગેરે હોઇ શકે છે.
ચાલો માનીએ કે તમને કોઈ લક્ષણ નથી. તો પણ, 40 પછી દર વર્ષે એકવાર અલ્ટ્રાસાઉન્ડ કરાવવું એ એક સરળ, સસ્તું અને અસરકારક પગલું છે. આ સ્કેન કિડનીમાં કોઈ અસામાન્ય વૃદ્ધિ છે કે કેમ તે ઝડપથી જણાવી શકે છે.
વિશેષ જોખમવાળા લોકો
ધુમ્રપાન કરનારા
મોટાપાનો ભોગ બનનારા
રાસાયણિક કારખાનામાં કામ કરનારા
લાંબા સમયથી બ્લડપ્રેશર અથવા ડાયાબિટીસ ધરાવતા

ટ્રીટમેન્ટ: રોબોટિક સર્જરી એક નવો આશાવાદ
જેમજ રોગ વહેલા તબક્કે પકડાય છે, તેમજ તેનો ઈલાજ સરળ બને છે. આજે રોબોટ-મદદથી થતી સર્જરી દર્દીને ઓછી પીડા, ઓછું રક્તસ્ત્રાવ અને ઝડપી સાજા થવાની સુવિધા આપે છે. આખી કિડની કાઢવાની જરૂર પડે એવી સ્થિતિ હવે નથી રહી. હવે માત્ર કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરીને આરોગ્ય યથાવત રાખી શકાય છે.
જો કેન્સર ચોથા સ્ટેજમાં હોય તો ઇમ્યુનો થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી અસરકારક રહે છે. દર્દીનું આયુષ્ય વધારી શકાય છે.
આપણે આપણા પરિવારજનો માટે ઈમોશનલ અને આર્થિક રીતે મહત્વના છીએ. તો શા માટે આરોગ્યને અવગણીએ?દર વર્ષે એક સામાન્ય કિડની સ્કેન કરાવો અને જીવ બચાવો.