ભારતમાં વિપક્ષો અનેક વખત એવા આરોપો લગાવતા રહે છે કે કેન્દ્રની મોદી સરકારે વિપક્ષોના અવાજ દબાવવા માટે, ડર પેદા કરવા માટે CBI કરતા EDનો વધારે ઉપયોગ કરે છે. તાજેતરમાં કર્ણાટક સરકારે નિર્ણય લીધો કે, અમારા રાજ્યમાં તપાસ કરતા પહેલાં CBIએ મંજૂરી લેવી પડશે. EDને ક્યારેય રાજ્ય સરકારીની મંજૂરી લેવાની જરૂર પડતી નથી. આવુ કેમ?
1946માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ બન્યો તેમાં CBIની એન્ટ્રી થઇ, પરંતુ આ એક્ટમાં કહેવાયું કે કોઇ પણ રાજ્યમાં તપાસ માટે CBIએ જે તે રાજ્યની મંજૂરી લેવી પડશે. બંધારણમાં CBIની કામગીરીનો ઉલ્લેખ નથી. જ્યારે EDનો બંધારણમાં ઉલ્લેખ છે અને EDને તપાસ માટે કોઇ પણ રાજ્યની મંજૂરીની જરૂર રહેતી નથી.