ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર આબાલ વૃદ્ધ બધાને પ્રિય છે અને આ વખતે 3 ઓક્ટોબરથી નવલી નવરાત્રી શરૂ થવાની છે. એ પહેલા અમદાવાદ પોલીસે આયોજકો અને ખૈલેયાઓ માટે 30 નિયમો જાહેર કર્યા છે.
અમદાવાદ પોલીસે આદેશ કર્યો છે કે ગરબામાં પારદર્શક કપડા અથવા અશ્લિલતા ઉજાગર થાય તેવા વસ્ત્રો પર પ્રતિબંધ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરી શકાશે. એ પછી ઉપયોગ કરવા સામે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગરબાના સ્થળે ગેટ પર આયોજકોએ બ્રેથ એનલાઇઝર, CCTV અને મેટલ ડિટેકટર ફરજિયાત રાખવા પડશે. ગરબાના સ્થળે મેડિકલ સુવિધા, એમ્બ્યુલન્સની સુવિધા રાખવી પડશે.ગરબાના સ્થળના 200 મીટરમાં ટ્રાફીક જામ ન થાય તેના માટે આયોજકોએ વોલેન્ટિયર સિક્યોરીટી રાખવાની રહેશે.